ખાસ-ખબર ન્યૂઝ જાફરાબાદ
જાફરાબાદ તાલુકાના સરકેશ્ર્વેર મહાદેવના દરીયા કિનારે સાગર સ્વચ્છતા અભિયાન અંતર્ગત વનવિભાગ તથા ઇન્ડિયન કોસ્ટગાર્ડના સંયુક્ત ઉપક્રમે સફાઇ અભિયાનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સફાઇ અભિયાનમાં દરીયા કિનારે બીચ પર પડેલ વેસ્ટ કચરો એકઠો કરવામા આવ્યો.
જેમા પ્લાસ્ટીક તથા અન્ય કચરો અંદાજીત 8 ટ્રેક્ટરની ટ્રોલી જેટલો કચરો એકત્રિત કરી યોગ્ય નિકાલ કરાયો હતો. સાથોસાથ દરીયા કિનારાની પણ સાફ-સફાઇ કરવામાં આવી હતી.
- Advertisement -
આ કાર્યક્રમમાં ખાસ ધારાસભ્ય હીરા સોલંકી ખાસ ઉપસ્થિત રહીને સફાઇ અભિયાનમાં જોડાયા હતા તેમજ જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ તથા સદસ્યો, અલ્ટ્રાટેક કંપની, ઇન્ડિયન કોષ્ટગાર્ડ રાજુલા, જાફરાબાદ પોલીસ તથા પીપાવાવ મરીન પોલીસ સ્ટાફગણ, પત્રકાર મિત્રો,વિધાર્થીઓ તથા આસપાસ ગામના સરપંચો, ગીર પૂર્વ ધારી તુલસીશ્ર્યામ રેન્જ સ્ટાફ, રાજુલા વનવિભાગ-જાફરાબાદ વનવિભાગ સ્ટાફ સહીત મોટી સંખ્યામા લોકો સફાઇ અભિયાનમાં જોડાયા હતાં. આ પ્રસંગે ધારાસભ્ય હીરાભાઇ સોલંકી, જાફરાબાદ છઋઘ જી.એલ.વાઘેલા, રાજુલા છઋઘ યોગરાજસિંહ રાઠોડ, ખાંભા રેન્જ ફોરેસ્ટ ઓફીસર રાજલબેન પાઠક સહિત વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.