પોરબંદર શહેરમાં જડેશ્વર મહાદેવ મંદિરે ગણેશજીના વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શિવભક્તો જડેશ્વર મહાદેવના મંદિર ખાતે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા, ત્યારે શ્રાવણ માસના અંતિમ સોમવારે જડેશ્વર મહાદેવના મંદિરે ગણેશજીના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, અને 2151 લાડુનો ભોગ ધરવામાં આવ્યો હતો. તેમજ રાત્રિના 12 વાગ્યે મહા આરતી લાડુ પ્રસાદી પ્રસાદીનો લાભ દર્શનાર્થીઓએ લીધો હતો.
જડેશ્ર્વર મહાદેવ મંદિર ગણેશજીને 2151 લાડુનો ભોગ ધરાયો

Follow US
Find US on Social Medias