પંત ટેસ્ટમાં સાતમા ક્રમે આવ્યો; અભિષેક શર્મા ઝ20ઈંમાં નંબર-1 બેટર બન્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.31
- Advertisement -
બુધવારે જાહેર થયેલા સાપ્તાહિક ઈંઈઈ રેન્કિંગમાં ભારતનો અભિષેક શર્મા ઝ20માં નંબર-1 બેટર બન્યો છે. તે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ પછી નંબર-1 સ્થાન મેળવનારો ત્રીજો ભારતીય બેટર બન્યો છે.અભિષેક શર્માના 829 પોઈન્ટ છે. ગયા અઠવાડિયે તેણે એકપણ ઝ20 મેચ રમી ન હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ વેસ્ટ ઈન્ડીઝ સામેની પાંચમી ઝ20 મેચ રમી શક્યો નહોતો, જેના કારણે તેના પોઈન્ટ ઘટીને 814 થઈ ગયા. આ કારણે અભિષેક નંબર-1 પર આવી ગયો અને હેડ બીજા સ્થાને સરકી ગયો. ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટમાં ઈજા છતાં અડધી સદી ફટકારનાર વિકેટકીપર બેટર રિષભ પંત 776 પોઈન્ટ સાથે ઈંઈઈ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં આઠમા સ્થાનેથી સાતમા સ્થાને પહોંચી ગયો છે. ઇંગ્લેન્ડના બેટર જો રૂટ આ યાદીમાં ટોચ પર યથાવત્ છે. ટેસ્ટ બોલરોની યાદીમાં ટોપ-10માં કોઈ ફેરફાર થયો નથી. રવીન્દ્ર જાડેજા સતત 177 અઠવાડિયાંથી નંબર-1 ઓલરાઉન્ડર રહ્યો છે. રૂટે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે 150 રન બનાવ્યા હતા ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે 150 રન બનાવ્યા બાદ રૂટે ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ટોચ પર પોતાની લીડ જાળવી રાખી હતી. ઓલ્ડ ટ્રેફોર્ડ મેચ દરમિયાન તેણે ઓસ્ટ્રેલિયન ખેલાડી રિકી પોન્ટિંગને પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બન્યો. ભારતનો વિકેટકીપર રિષભ પંત એક સ્થાન આગળ વધીને સાતમા સ્થાને પહોંચી ગયો છે. પંતે ઈજા છતાં માન્ચેસ્ટર ટેસ્ટમાં અડધી સદી ફટકારી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ ત્રણ સ્થાન પાછળ સરક્યો છે, તે આઠમા સ્થાને આવી ગયો છે. ઓલરાઉન્ડરોમાં જાડેજા ટોચ પર યથાવત્, સ્ટોક્સ 3 સ્થાન આગળ માન્ચેસ્ટર ટેસ્ટમાં અણનમ 107 રનની ઇનિંગ્સ રમીને મેચ ડ્રો કરનારો ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં ટોચ પર યથાવત્ છે. તેના 422 રેન્કિંગ પોઈન્ટ છે. એ જ સમયે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ (301 પોઈન્ટ)ને ત્રણ સ્થાનનો ફાયદો થયો છે. સાઉથ આફ્રિકાના વિઆન મુલ્ડર અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે એક-એક પોઈન્ટ ગુમાવ્યો છે. બુમરાહ નંબર-1 ટેસ્ટ બોલર ટેસ્ટ બોલરોની યાદીમાં ટોપ-10માં કોઈ ફેરફાર થયો નથી. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ નંબર-1 ટેસ્ટ બોલર તરીકે પોતાની લીડ જાળવી રાખે છે.