EDએ દિલ્હી હાઈકોર્ટની સામે દલીલ કરી છે કે 200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં આરોપી બોલીવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાંડિસ જાણીજોઈને કથિત ઠગ સુકેશ ચંદ્રશેખરના ક્રાઈમની ઈનકમ લઈ રહી હતી અને તે પૈસાનો ઉપયોગ પણ કરી રહી હતી.
EDએ આ તર્ક જેકલીનની અરજીના જવાબમાં દાખલ એક એફિડેવીટમાં આપ્યો હતો. એક્ટ્રેસે અરજીમાં કથિત રીતે સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં તેમના વિરૂદ્ધ FIRને રદ્દ કરવાની માંગ કરી છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
હવે 15 એપ્રિલે થશે સુનાવણી
કેસ જજ મનોજ કુમાર ઓહરીના સામે રજુ કરવામાં આવ્યો હતો. જેકલીનનું પ્રતિનિધિત્વ કરનાર વકીલે ઈડીની એફિડેવિટના જવાબમાં પ્રત્યુત્તર દાખલ કરવા માટે સમય માંગ્યો. હાઈ કોર્ટે આ મામલાને 15 એપ્રિલે આગળની સુનાવણી માટે લિસ્ટ કર્યો છે.
જેકલીનને લઈને EDનો દાવો
પોતાના જવાબમાં EDએ દાવો કર્યો કે જેકલીને ક્યારેય પણ ચંદ્રશેખરની સાથે નાણાકીય લેવડદેવડ વિશે સચ્ચાઈનો ખુલાસો નથી કર્યો અને પુરાવા મળવા સુધી હંમેશા તથ્યોને છુપાવ્યા.