ગણતરીની કલાકોમાં પોલીસે ભેદ ઉકેલ્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના વિસાવદરથી પ્રેમપરા રોડ પર ઓટો રીક્ષા જીજે 14 વાય 1371 સાથે અજણ્યા ફોરવ્હીલ ચાલક અકસ્માત કરી નાસી છૂટ્યો હતો ત્યારે રીક્ષા ચાલકે વિસાવદર પોલીસમાં અકસ્માત કરનાર અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો અકસ્માતનો અનડીટેક્ટ એકસીડન્ટન કેસને વિસાવદર પીએસઆઇ આર.બી.ગઢવી અને પોલીસ સ્ટાફે ગણતરીની કલાકોમાં અકસ્માત સર્જનાર આરોપી ભીખભાઇ હીરજીભાઇ અમીપરા રહે.કાલસારી વાળાને જીજે 07 યુયુ 6192 સાથે તેના ઘરેથી ઝડપી પોલીસે કાર્યવાહી કરી હતી.