રાજકોટીયન્સમાં ક્રાઈમ બ્રાન્ચની છબી સુધારવાનું કામ કરીશ: જે. વી. ધોળા
ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ જેવી મહત્ત્વની બ્રાન્ચમાં PSI તરીકે નોકરી કર્યા હોવાનો બહોળો અનુભવ
શોખ: જીમ, વાંચન, પરિવાર સાથે સમય વિતાવવો, કાઠિયાવાડી ભોજન
ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ગૂના ઉકેલવામાં જે.વી. ધોળા માહેર
તાજેતરમાં જ તાલુકા પોલીસ સ્ટેશને ટેકનોલોજીના ઉપયોગ બદલ દ્વિતિય નંબર આવ્યો હતો
સેલટેક્સમાં કલાર્ક તરીકે અને બાદમાં પીએસઆઈની પરીક્ષા પાસ કરી પ્રથમ પોસ્ટિંગ મોરબી ક્રાઈમ બ્રાન્ચના
શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. તરીકે મહત્ત્વની જવાબદારી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. જે. વી. ધોળાને સોંપાઈ છે. શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. જે. બી. ધોળાએ કારકિર્દીની શરૂઆતમાં સાબુના કારખાનામાં સાત વર્ષ નોકરી કરી હતી. બાદમાં સેલટેક્સ કલાર્ક તરીકે સરકારી નોકરી મળી હતી. પરંતુ નાનપણથી જ તેમને ખાખી પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો અને સપનું હતુ કે એક દિવસ ખાખી પહેરીને જ રહીશ, જેથી સેલટેક્સ કલાર્ક હતા ત્યારે તેમણે પીએસઆઈ માટેની તૈયારી છોડી ન હતી. અંતે તેમનુ સ્વપ્ન સાકાર થયુ અને તેઓ પીએસઆઈની પરીક્ષામાં પાસ થયા અને પ્રથમ પોસ્ટિંગ મોરબીમાં થયું. જ્યાં તેમને પોલીસ કારકિર્દીની શરૂઆતમાં જ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ તરીકેની જવાબદારી સોંપાઈ ત્યાર બાદ તેમણે એલ.આઈ.બી., એસ.ઓ.જી. જેવી મહત્ત્વની બ્રાન્ચોમાં પી.એસ.આઈ. તરીકે નોકરી કરી હોવાથી બહોળો અનુભવ ધરાવે છે અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ડિટેકશનમાં પણ જે. વી. ધોળા માહેર છે ઉપરાંત રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. તરીકે તેમણે ચાર્જ સંભાળ્યો ત્યારે ‘ખાસ-ખબર’ સાથેની ખાસ મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે શહેર ક્રાઈમ બ્રાન્ચની ખરડાયેલી છબી સુધારી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કરીશ.

- Advertisement -
બોટાદના ઝીંઝાવદર ગામના વતની જે. વી. ધોળા 1997 એસ.એસ.સી.ની તૈયારી કરી રહ્યા હતા ત્યારે આત્મનિર્ભર બનવા માટે તેઓએ સાબુના કારખાનામાં સાત વર્ષ નોકરી કરી હતી. બી.એ., એલએલ.બી. સુધી તેમણે અભ્યાસ કર્યો અને સાથેસાથ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તે દરમિયાન તેમની પસંદગી સેલટેક્સના કલાર્ક તરીકે થઈ હતી. પરંતુ નાનપણથી તેમનું સ્વપ્ન ખાખી પહેરવાનું હતું. સેલટેક્સ કલાર્ક તરીકેની નોકરીની સાથે-સાથે તેઓએ પોલીસ માટેની તૈયારીઓ શરૂ રાખી હતી અને અંતે તેમનું નાનપણથી જોયેલુ સ્વપ્ન સાકાર થયું. પોલીસ ખાતામાં તેમની પી.એસ.આઈ. તરીકેની પસંદગી થઈ અને પ્રથમ પોસ્ટીંગ મોરબી જિલ્લામાં થયુ જ્યાં તેમની એલ.સી.બી.ના પી.એસ.આઈ. તરીકે પસંદગી થઈ ત્યાર બાદ તેઓ ગીર સોમનાથ જિલ્લામાં બે વર્ષ માટે એસ.ઓ.જી. પી.એસ.આઈ., અમદાવાદમાં સોલા પોલીસ સ્ટેશનમાં એક વર્ષ નોકરી કરી તે દરમિયાન તેમને પી.આઈ. તરીકે બઢતી આપવામાં આવી અને દેવભૂમિ દ્વારકા બદલી કરવામાં આવી અને ત્યારબાદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. તરીકે તેમણે અઢી વર્ષ નોકરી કરી અને હાલમાં તેમણે શહેરની મહત્ત્વની બ્રાન્ચ ગણાતી શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. તરીકે તેમના નામની પસંદગી કરવામાં આવી.પીએસઆઈ તરીકે થયુ હતું
ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશનના સંબંધમાં સુધારો આવશે: P.I. ધોળા
‘ખાસ-ખબર’ સાથેની ખાસ મુલાકાતમાં શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. જે. વી. ધોળાએ જણાવ્યું હતું હું જ્યારે કોઈ પડકાર સામે આવશે એટલે શહેર ક્રાઈમ બ્રાન્ચ અને જે તે પોલીસ સ્ટેશન સાથે મળી સંકલન કરી કામગીરી કરશે. ભૂતકાળમાં ડિટેકશન માટે ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશનમાં હરીફાઈ લાગતી હતી, પરિણામે તેના લીધે સંબંધ ખરાબ થતા હતા. પરંતુ હવે ટીમ સ્પીરીટથી કામ કરવામાં આવશે.
6 માસની બાળકી પ્રાંજલનો કેસ જીવનભર યાદ રહેશે: P.I. જે.વી. ધોળા
‘ખાસ-ખબર’ સાથેની ખાસ વાતચીત દરમિયાન પી.આઈ. જે. વી. ધોળાએ પોતાના કાર્યકાળ દરમિયાન એક યાદગાર પ્રસંગ વર્ણવતા કહ્યું કે મોરબીમાં હું જ્યારે પોસ્ટિંગમાં હતો ત્યારે એક માત્ર 6 માસની બાળકી પ્રાંજલનો કેસ એ જિંદગીભર યાદ રહેશે. 6 માસની બાળકીનું તેની જ માતાએ અપહરણ કરાવ્યું અને જાતે જ ફરિયાદ લખાવવા આવી હતી અને આ માતાએ તેના પ્રેમી સાથે મળીને 6 માસની દીકરીનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારી હતી. ત્યારે આ બનાવનો ભેદ થોડા સમયમાં ઉકેલ્યો અને ખૂબ જ દયનીય આ કિસ્સો રહ્યો હતો અને દુ:ખ પણ થયું કે એક માતાએ જ દીકરીની હત્યા કરી.


