જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા ખાડા પુરવામાં આવી રહ્યાં છે. જૂનાગઢનાં મોતીબાગથી કાળવા ચોક સુધીનાં માર્ગ પર પેચવર્ક કરવામાં આવી રહ્યું છે.પરંતુ એક દિવસ કામ ચાલ્યા બાદ બંધ થઇ ગયું છે. પેચવર્ક માટે રસ્તા પર માટીનાં ઢગલા કરવામાં આવ્યાં હતાં. આ કામનું ખુદ મેયર ગીતાબેન પરમારે નિરીક્ષણ કર્યું હતું. પરંતુ મોતોબાગ પાસે છેલ્લા 3 દિવસથી માટીનો ઢગલો કરવામાં આવ્યો છે.રોડ ઉપર જ ઢગલો છે. હજુ સુધી કામ થયું નથી. માટીનાં ઢગલાથી વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. જૂનાગઢ મહાનગર પાલીકા અહીં માટીનો ઢગલો કરી ખાડા પુરવાનું જ ભુલી ગયું હોય તેવું લાગી રહ્યું છે. મનપાનાં મેયર પણ અહીં નિરીક્ષણ કરવાનું ભુલી ગયા છે. મેયરે આ ઢગલાનું નિરીક્ષણ કરવાની જરૂર છે. મોતીબાગ સર્કલ શહેરનો ટ્રાફીક વાળો પોઇન્ટ છે. અહીં વાહનની અવર જવર વધુ રહે છે.ત્યારે રસ્તામાં માટીનો ઢગલો હોય લોકો હેરાન થઇ રહ્યાં છે.
જાણે તંત્ર ખાડાં પુરવાનું જ ભુલી ગયું : મોતીબાગ પાસે 3 દિવસથી માટીનો ઢગલો
Follow US
Find US on Social Medias