ઇટાલિયન ક્રિકેટ ટીમે ભારત અને શ્રીલંકા દ્વારા આયોજિત થનારા T20 વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય થતાં તેમની પ્રથમ ICC ઇવેન્ટમાં સ્થાન મેળવ્યું.
ઇટાલીએ T20 વર્લ્ડ કપમાં જગ્યા બનાવવા માટે નેધરલેન્ડ્સ પછી ટોચના બેમાં સ્થાન મેળવ્યું.
- Advertisement -
ઇટાલી નેધરલેન્ડ્સ સામે હારી ગયું પરંતુ તેમના સારા નેટ રનરેટને કારણે ક્વોલિફાય થયું
T20 વર્લ્ડ કપ માટે કુલ 15 ટીમો ક્વોલિફાય થઈ છે.
નેધરલેન્ડ્સ 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહ્યું. તેણે કુલ ચાર મેચ રમી, જેમાંથી તેણે ત્રણ જીતી અને એક મેચ હારી. ઇટાલીની ટીમ 5 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી. ટીમે ચારમાંથી 2 મેચ જીતી જ્યારે એક મેચ હારી અને એક મેચનું કોઈ પરિણામ આવ્યું નહીં.
- Advertisement -
View this post on Instagram
ઇટાલિયન ટીમે પહેલીવાર આ ટુર્નામેન્ટ માટે ક્વૉલિફાઈ કર્યું
નેધરલેન્ડ્સ અને ઇટાલીના ક્વૉલિફિકેશન સાથે T20 વર્લ્ડ કપ 2026 માટે અત્યાર સુધીમાં 15 ટીમ નક્કી થઈ છે. હવે ફક્ત 5 ટીમનો નિર્ણય બાકી છે. આ ટીમનો નિર્ણય આફ્રિકા ક્વૉલિફાઈર અને એશિયા-પૂર્વ એશિયા-પેસિફિક ક્વૉલિફાઈર દ્વારા કરવામાં આવશે.
ઓમાન આ વર્ષે ઑક્ટોબરમાં સંયુક્ત રીતે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 એશિયા અને પૂર્વ એશિયા-પેસિફિક ક્વૉલિફાઈરનું આયોજન કરવામાં આવશે, જેમાં 9 ટીમ ભાગ લેશે. આમાંથી ટોચની ત્રણ ટીમોને ટુર્નામેન્ટ રમવાની તક મળશે. 2 ટીમ આફ્રિકા ક્વૉલિફાઈરમાંથી નક્કી કરવામાં આવશે.તેમજ આફ્રિકા ક્વૉલિફાઈર 19 સપ્ટેમ્બરથી 4 ઑક્ટોબર દરમિયાન ઝિમ્બાબ્વેમાં યોજાશે. આમાં, 8 ટીમ T20 વર્લ્ડ કપની ટિકિટ મેળવવા માટે સ્પર્ધા કરશે.
T20 વર્લ્ડ કપ 2026 માટે ક્વૉલિફાઈ થયેલી 15 ટીમ
ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુનાઇટેડ સ્ટેટ્સ, વેસ્ટ ઈન્ડિઝ, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, કેનેડા, ઇટાલી, નેધરલેન્ડ્સ.