સરધાર ગામે ભાડે રાખેલી બે દુકાનની ડિપોઝીટ વ્યાજમાં ગણી લીધી
પૈસા તો તારા બાપને પણ આપવા પડશે, હું ઉતરપ્રદેશથી શોધી પરિવારને મારી નાખીશ કહી ધમકી આપતા નોંધાઈ ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં વ્યાજખોરોનો ઉપાડો દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે સરધાર રહેતાં પરપ્રાંતીય યુવકને બે વ્યાજખોરએ ધમકી આપી ઘર પર કબ્જો કરી લેતા આજીડેમ પોલીસ મથકમાં મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
મૂળ યુપીના હાલ સરધાર ગામે રહેતાં ઉમેશ ઇન્દલસિંગ કુશવાહ ઉ.31એ ભુપગઢના વિવેકસિંહ સિંઘવ અને સરધારના નિલેશ કાશીપરા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સરધારથી છેલ્લા સાતેક મહીનાથી પરીવાર સાથે નિકળી ગયેલ અને અલગ અલગ જગ્યાએ સગા-વ્હાલાને ત્યા રહે છે પિતા સરધાર ગામમા છેલ્લા 40 વર્ષથી રહે છે અને ગામમાં મધુરમ નામે પાઉભાજીનો ધંધો કરતા હતા પિતાની ઉંમર થઈ જતા ધંધો તે ચલાવતાં હતાં 2007માં નિલેશ કાશીપરાની બસ સ્ટેન્ડ નજીક આવેલ દુકાન ભાડે રાખી હતી એક દુકાનનુ ત્રણ હજાર એમ બે દુકાનનુ છ હજાર ભાડુ આપતો હતો. ડીપોજીટ પેટે રૂ.15 હજાર જમા કરાવ્યા હતાં પાંચ વર્ષ પહેલા કાશીપરા નામે તેમણે કોમ્પલેક્ષ બનાવેલ હતો ત્યારે એક દુકાનની ડીપોઝીટ રૂ.3.50 લાખ રાખી હતી જેથી તેમને એક જ દુકાન રાખેલ અને દુકાનની ડીપોઝીટ રૂ.3.50 લાખ ભરેલ હતી. બાદ વધારે દુકાનની જરૂરીયાત પડતાં વધારાની એક દુકાન ગયાં વર્ષે ભાડે રાખેલ અને તેની પણ રૂ.3.50 લાખ ડીપોઝીટ ભરી હતી એક દુકાનનુ ભાડુ પાંચ હજાર હતુ. દુકાનની ડીપોજીટ તેમણે લઈ લીધી પરંતુ બીજી દુકાન તેમણે મને ભાડે ન આપી અને તે દુકાનમા તેમણે જ પાઉંભાજીનો ધંધો બાજુમા શરૂ કરી દીધેલ હતો.
તેમજ આરોપી નિલેશે 2020માં બહેનના લગ્ન હતા ત્યારે પાંચ લાખ વ્યાજે આપેલ હતા. જેનુ મહીને 35 હજાર વ્યાજ આપતો હતો. છેલ્લે તેઓ વ્યાજના ચક્રમા ફસાઇ જતા નિલેશભાઇ તથા અન્ય પૈસાની કડક ઉઘરાણી કરતા હોવાથી ગત 11/2023માં ગામ મુકી પરીવાર સાથે જતો રહ્યો હતો. નિલેશ પાસે ડીપોજીટના સાત લાખ રૂપિયા જમા હતા. તેને ડીપોઝીટના રૂ.3.50 લાખ પરત આપવાનું કહેતા તે પાંચ લાખ પરત આપવાનું કહીં દુકાન ખાલી કરવાની ધમકી આપતા હતા ડીપોઝીટના પૈસા પરત માંગતા તે વ્યાજે લીધેલ પાંચ લાખ પરત આપવાનુ કહેતા તે આપી શકુ તેમ ન હતો. સરધારના વિવેકસિંહ સિંધવ પાસેથી મે 2021 માં રૂ.1 લાખ વ્યાજ લીધેલ હતાં. જેનુ દર મહીનાનુ પાંચ હજાર વ્યાજ ભરતો હતો. તેમને 11/2023 સુધી વ્યાજ ભરેલ બાદ વર્ષ 2023 માં રૂ.70 હજાર લીધેલ જેમનું રોજનું સાતસો રૂપીયા વ્યાજ ભરતો હતો.
- Advertisement -
તેમનું છ મહીના સુધી વ્યાજ ભરેલ હતું. બાદ તે ગામ મુકી જતો રહેલ હતો વિવેકસિંહ સાદા ફોન અને વોટસઅપ કોલ કરી ગાળો આપતો અને કહેતો કે, મારા પૈસા તો તારા બાપને પણ વ્યાજ સહીત આપવાના છે અને જો નહી આપે તો હું તને ઉતરપ્રદેશમાથી પણ શોધી લઈશ અને તને તારા પરીવાર સાથે જીવતા નહી રહેવા દઉં, તારૂ મકાન સામાન સહીત કબ્જો હુ લઈ લેશ તેમ ધમકી અવારનવાર આપતો હતો.તેમજ નિલેશ કાશિપરાનો ફોન આવતો અને કહેતા કે, મારા પૈસા વ્યાજ સહીત પરત આપી જા તો, તેમને કહેલ કે મારી બન્ને ડીપોઝીટ તમારી પાસે જમા છે તો તેણે કહેલ કે, તારી બન્ને ડીપોઝીટ ભાડામાં અને વ્યાજમાં પુરી થઈ ગઈ છે અને હજુ પણ તારે પાંચ લાખ આપવા પડશે તુ પૈસા આપીને તારી દુકાનનો સામાન લઈ જા અને નહી આવે તો હું તારો સામાન વેચી નાખીશ અને થોડા સમય બાદ તેમણે કહેલ કે, તારો સામાન વેંચી નાંખ્યો છે. હવે તું ધક્કો ન ખાતો બાદ પાછળથી જાણવા મળેલ કે, વિવેકસિંહ સિંધવે તેમના મકાનનું તાળુ તોડી સામાન ભરી તે તેના ઘરે ભુપગઢ લઈ ગયેલ છે તેમજ મકાન ઉપર કબ્જો કરી મકાન હાર્દિક કુબાવતને ભાડે આપી દીધેલ છે.
વિવેકસિહને ફોન કરતા તે કહેવા લાગ્યો કે, તારો સામાન અને મકાનનો કબ્જો વ્યાજ સહીત પૈસા આપીસ બાદ જ હું આપીશ અને પૈસા લીધા વિના આવીશ કે પોલીસમા ફરીયાદ કરવા જઈશ તો તને જીવતો નહી જવા દવ તેમ ધમકી મારેલ હતી. જેથી તેઓ સરધાર ગયેલ નથી અને નિલેશ કાશિપરાએ તેમની દુકાનમાં પડેલ આશરે બે લાખનો સામાન તેમણે જ લઈ લીધો અને પાઉભાજીનો ધંધો શરૂ કરી દીધેલ છે. બાદમાં તેઓએ શહેરમાં યોજાયેલ વ્યાજખોરી વિરૂદ્ધના લોકદરબાર અરજી કરેલ હતી અને બાદમાં ફરીયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી
પાઉંભાજીના ધંધાર્થીને સરધાર ગામ મુકાવનાર વ્યાજખોર વિવેકસિંહે તેમના મકાનમાંથી બે કુલર, એક ટીવી, ફ્રીજ, સાત ગેસના બાટલા, બે ફર્નિચરના કાઉન્ટર, ઘઉં ભરેલ કોઠી, 12 ખુરશી, ત્રણ પ્લાસ્ટીકના ટેબલ, તેમની પત્નીનુ એક મંગળસુત્ર, એક વિંટી ભરેલ બે સૂટકેસ, ગેસના ત્રણ ચુલા અને ઘરવખરીનો અલગ અલગ વાસણ સહીતનો સામાન ભરી ગયેલ હતો.