કેન્દ્ર સરકારે કહ્યું, વારંવાર અપીલ કરવા છતાં ભૂખ હડતાળ ચાલું રાખી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
બુધવારે લદ્દાખમાં થયેલી હિંસા માટે કેન્દ્ર સરકારે સોશ્યલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા હતા. ગૃહ મંત્રાલયે મોડી રાત્રે એક નિવેદનમાં કહ્યું હતું કે, “વાંગચુકે ભડકાઉ નિવેદનો આપીને લોકોને ઉશ્કેર્યા, હિંસા વચ્ચે પોતાનો ઉપવાસ સમેટ્યા, પરંતુ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવાને બદલે, એમ્બ્યુલન્સમાં પોતાના ગામ જવા રવાના થઈ ગયા હતા.” મંત્રાલયે કહ્યું, ‘ઘણા નેતાઓએ વાંગચુકને હડતાળ સમેટવા અપીલ કરી હતી, પરંતુ તેમણે હડતાળ ચાલુ રાખી. તેમણે આરબ સ્પ્રિંગ શૈલી અને નેપાળમાં જેન-જી વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા.’ વાંગચુકે 10 સપ્ટેમ્બરના રોજ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે ભૂખ હડતાળ શરૂ કરી હતી. બુધવારે, લેહમાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓએ કેન્દ્ર સરકાર દ્વારા તેમની અગાઉની માંગણીઓ પૂર્ણ ન કરવાના વિરોધમાં બંધનું આહ્વાન કર્યું હતું. આ હડતાળ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. વિરોધીઓએ ભાજપ કાર્યાલય અને ઈછઙઋ વાહનને આગ ચાંપી દીધી. વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ, જેમાં ચાર લોકોના મોત થયા અને 80થી વધુ લોકો ઘાયલ થયા. લગભગ 30 સુરક્ષા કર્મચારીઓ પણ ઘાયલ થયા. હિંસા વચ્ચે, વાંગચુકે તેમની ભૂખ હડતાળ સમેટી હતી. વહીવટીતંત્રે લેહમાં કર્ફ્યુ લાદ્યો છે.
- Advertisement -
સરકાર આ મુદ્દાઓ પર પહેલેથી જ ચર્ચા કરી રહી છે
10 સપ્ટેમ્બર, 2025ના રોજ, સોનમ વાંગચુકે ભૂખ હડતાળ શરૂ કરી. તેમણે લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા અને છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાની માંગ કરી. સરકાર આ મુદ્દા પર લેહ અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ, સાથે પહેલેથી જ ચર્ચા કરી રહી છે. આ વાટાઘાટોના પરિણામે મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા: 1. અનુસૂચિત જનજાતિ અનામત 45% થી વધારીને 84% કરવામાં આવ્યું. 2. મહિલાઓને કાઉન્સિલમાં 33% અનામત આપવામાં આવ્યું. 3. ભોટી અને પારગી ભાષાઓને સત્તાવાર ભાષાઓ બનાવવામાં આવી. 4. 1800 નોકરીઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ. જોકે, કેટલાક લોકો આ પ્રગતિથી નાખુશ હતા અને વાટાઘાટોને તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો.