આલિયાએ રામ મંદિરના ઉદ્ઘાટન માટે કર્ણાટકની મૈસૂર સિલ્કની સાડી પહેરી હતી તેના પલ્લુ પર રામાયણમાં વર્ણવેલ મહત્વપૂર્ણ ક્ષણોનું નિરૂપણ
અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં બૉલીવુડના દિગ્ગજ કલાકારો સહિતના મહેમાનો હાજર રહ્યા હતા. આ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સિલ્કની સાડી પહેરી હતી. આ સાડીની સુંદરતા એ હતી કે, તેની પર ‘રામાયણ’ની વાર્તા દર્શાવવામાં આવી હતી. સાડી પર શિવ ધનુષ્ય તોડતા, રાજા દશરથનું વચન, ગુહા સાથે હોડીમાં સોનાનું હરણ, અપહરણ, રામ સેતુ, ભગવાન હનુમાન માતા સીતાને વીંટી ભેટ આપતા અને રામ પટ્ટાભિષેક જેવા દ્રશ્યો દોરવામાં આવ્યા હતા.
- Advertisement -
100 કલાકમાં તૈયાર થઈ હતી આ સાડી
આલિયાએ જે સિલ્ક સાડી પહેરે હતી તે ડિઝાઇન કરનાર કંપનીના વડા ભારતી હરીશે જણાવ્યું હતું કે, આલિયાએ રામ મંદિરના ઉદ્ઘાટન માટે કર્ણાટકની મૈસૂર સિલ્કની સાડી પહેરી હતી. તેના પલ્લુ પર તમે રામાયણમાં વર્ણવેલ મહત્વપૂર્ણ ક્ષણોનું નિરૂપણ જોઈ શકો છો. રામે શિવનું ધનુષ્ય તોડવું, રામને જંગલમાં જવાનું કહેવામાં, ગંગા પરનો પુલ, સુવર્ણ હરણ અને અપહરણ સહિતની અન્ય વિગતોનો ઉલ્લેખ છે. તેને પૂર્ણ કરવા માટે બંને કલાકારોએ 10 દિવસ સુધી સતત કામ કર્યું. આ એક કસ્ટમ મેડ સાડી છે.
જાણો કેટલી છે આ સાડીની કિંમત ?
ડિઝાઇન કરનાર કંપનીના વડા ભારતી હરીશે પણ જણાવ્યું કે, આલિયાની સાડીની કિંમત લગભગ 45,000 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે, લોકોને આલિયાની આ સાડી ખૂબ જ પસંદ આવી રહી છે. આલિયાની સાથે તે રણબીર કપૂરના પણ વખાણ કરી રહી છે. આલિયાએ સાડી પહેરી હતી જ્યારે રણબીરે સફેદ કુર્તા પાયજામા પહેર્યો હતો. આ સાથે તેણે સફેદ રંગની શાલ પણ પહેરી હતી.


