પગારદારો તથા વ્યકિતગત કરદાતાઓ માટે ઇન્કમટેક્ષનું રિટર્ન ફાઇલ કરવા માટે 31મી જુલાઇ અંતિમ સમય મર્યાદા
કોરોના બાદ શેર, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધતા રિટર્ન ફાઇલમાં ધ્યાન આપવુ જરૂરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ઇન્કમટેક્સનું રિટર્ન ફાઇલ કરવા માટે 31મી જુલાઇ અંતિમ સમય મર્યાદા છે. કોરોનાના સમયમાં શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં નાગરિકોએ રોકાણ વધુ કયું હતું. બીજી તરફ શિક્ષિત મહિલાઓ, ગળહિણીઓએ પણ ડીમેટ એકાઉન્ટ ખોલાવીને શેર બજારમાં ટ્રેડિંગ શરૂ કર્યુંઁહતું, ત્યારે કરદાતાઓએ રિટર્ન ફાઇલ કરીને શાંતિ અનુભવવી જરૂરી છે.
શેર, મ્યુચ્યુઅલ ફંડ અને સોનાના વેચાણથી થયેલી આવક ઉપર કેટલો ટેક્સ આપવો પડે તે જાણવું પણ જરૂરી છે. લોંગ ટર્મ કેપિટલ ગેઈન, ટેક્સ ઉપર કરદાતા સેકશન 54 ઋ મુજબ કરમાં છૂટ મેળવી શકે છે. શેર,મ્યુચ્યુઅલ ફંડ, મિલકત અને સોનાનું વેચાણ કરવામાં આવે ત્યારે કરદાતા પાસેથી જેટલા સમય શું ધારણ કર્યું હોય તેની ઉપર ટેક્સ આપવો પડે છે. લોંગ ટર્મ (કઝઈૠ )અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ (જઝઈૠ)ની ગણતરી ધારણ સમય મુજબ થતી હોય છે. જો એક વર્ષના સમયની અંદર વેચાણ થાય તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન માનવામાં આવશે. જો એક વર્ષ બાદ વેચાણ થાય તો આવક લોંગ ટર્મ કેપિટલ ગેઇન તરીકે ગણાશે. ઇક્વિટી લિંક સેવિંગ સ્કિમ્સ અને આબિટ્રેજ ફંડ પણ ઇક્વિટી ફંડની કેટેગરીમાં આવે છે. જો બેલેન્સ્ડ બિડ ફંડ પણ કુલ કોર્પસના 65 ટકા ઇક્વિટીમાં રોકાણ થતું હોય તો ટેક્સના હિસાબમાં પણ તેને ઇક્વિટી ફંડ જ માનવામાં આવશે.
મ્યુચ્યુઅલ ફંડ, ફિઝીકલ ગોલ્ડ, અન લિસ્ટેડ બોન્ડમાં કરદાતા 36 મહિના અથવા તો 3 વર્ષ પહેલાં વેચાણ કરે તો મળેલી આવક શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન મનાશે. જે કરદાતાની કુલ આવક સાથે ગણીને ઈન્કમટેક્સના સ્લેબ મુજબ ટેક્સ ચૂકવવો પડશે. 3 વર્ષથી વધુ સમય બાદ વેચાણ તો લોંગ ટર્મ કેપિટલ ગેઈન મુજબ ટેક્સ ભરવો પડશે.
- Advertisement -
કોર્માર્શિયલ પ્રોપર્ટી અને અનલિસ્ટેડ શેર માટે પણ લોંગ ટર્મહોલિંગ સમય ર4 મહિના છે. ખરીદીના ર4 મહિના પહેલા વેચાણ પર શોર્ટ ટર્મ અને 24 મહિના બાદ લોંગ ટર્મ કેપિટલ ગેઇને ટેક્સ ચૂકવવો પડશે. ઇક્વિટી શેર અને ઇકિવટી મ્યુચ્યુઅલ ફંડ ફંડ પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડશે. વાર્ષિક રૂ.એક લાખથી વધુ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર 10 ટકા ટેક્સ અને 4 ટકા સેસ મળીને 10.04 ટકા ટેક્સ લાગશે. જ્યારે વર્ષમાં એક લાખથી ઓછો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર કોઇ જ ટેક્સ લાગતો નથી.