આવકવેરાના 250થી વધુ અધિકારીઓ જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દિવાળી પહેલા રાજકોટ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 250થી વધુ અધિકારીઓની ટીમ આજે વહેલી સવારથી મોરબીના મોટા ગજાના જમીનના ધંધાર્થી પરેશ પટેલ, બિલ્ડર રાજુભાઈ ફેસ ગ્રુપ અને લેવિશ સીરામીકના જીતુભાઈ રોજવાડીયા ગ્રૂપ સહિત ભાગીદારો મળી 40 જેટલા સ્થળો પર દરોડા માટે ત્રાટકી છે. જ્યારે સુરતથી આવતી ટીમનો મોડી રાત્રે અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 અધિકારીઓ અને કર્મચારીઓને નાની-નોટી ઇજા પહોંચી હતી. ટાઇલ્સ બનાવતા લેવિશ ગ્રુપ પર દરોડાથી સિરામિક ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે. આ સર્ચ ઓપરેશનમાં સાંજ સુધીમાં મોટા પાયે બિન હિસાબી વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ છે.
- Advertisement -
દિવાળી પહેલા રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા કરચોરોમાં ફફડાટ ફેલાય ગયો છે. મોરબીમાં લેવિશ સીરામીક ગ્રુપ સહિત તેની સંકળાયેલા તેના ભાગીદારો મળી 40 જેટલા સ્થળોએ આજ સવારથી દરોડાની કામગીરી શરૂ થઈ છે. રાજકોટ ઇન્કમટેક્ષ વિભાગની ટીમ ગઈકાલ સાંજથી ગ્રાઉન્ડ પર ઉતરી ગઈ હતી. મોરબીનાં આ સીરામીક ગ્રુપને ત્યાં વહેલી સવારે સર્ચ ઓપરેશન હાથ ધરીને તેમને ઊંઘતા ઝડપી પાડ્યા હતા. ફેક્ટરી, ઘર, ઓફિસ સહિતની પ્રીમાઇસીસ પર તપાસ ચાલી રહી છે. આજે પ્રથમ દિવસે સિરામિક ગ્રૂપના હિસાબો અને ડેટા શોધી રહ્યું છે. તપાસના અંતે બિનહિસાબી વ્યવહારો ઝડપાય તેવી સંભાવના છે.
રાજકોટના મેટ્રો – મિલેનિયમ ગ્રૂપ પર પણ આવકવેરાની વિભાગની તવાઈ
રાજકોટ ઇન્વેસ્ટીગેશન વિંગ દ્વારા કોટન, સિરામિક, ક્ધસ્ટ્રક્શન ક્ષેત્ર સાથે સંકળાયેલા મોટા માથાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. રાજકોટના મેટ્રો ગ્રુપ તથા મિલેનિયમ પર તપાસનો ધમધમાટ શરૂ થયો છે. રાજકોટમાં પાંચથી વધુ સ્થળો પર તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. મેટ્રો ક્ધસ્ટ્રક્શન સાથે જોડાયેલા કોટનના બે ભાગીદારો તથા રિયલ એસ્ટેટ ગ્રુપના ડાયરેક્ટરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તપાસમાં ઈંઝ વિભાગના રાજકોટની સાથે, અમદાવાદ, વડોદરા, સુરતના ટોચના અધિકારીઓ જોડાયા છે.



