સિટી સર્વેના મહિલા કર્મચારી ગેરહાજર રહેતા હોવાથી લોકોના કામ ટલ્લે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
રાજ્યમાં સરકારી બાબુઓ મોટાભાગે પોતાની ફરજ પર ગેરહાજર રહેતા હોય તેવું તો સાંભળ્યું હસે પરંતુ ધ્રાંગધ્રા સેવા સદનમાં આવેલી સિટી સર્વે શાખામાં તો મહિલા કર્મચારી હોવા છતાં છેલ્લાં બે મહિનાથી ગેરહાજર રહેતા હોવાનો આક્ષેપ કરાયો છે. જેમાં ધ્રાંગધ્રા સિટી સર્વે શાખાના મહિલા કર્મચારી મેઘાબેન મોદી છેલ્લા બે મહિનાથી પોતાની ઓફિસમાં આવ્યા નહી હોવાથી અહી અનેક અરજદારો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે. ધ્રાંગધ્રા શહેરનો વિસ્તાર લગભગ પાંચથી સાત કિલોમીટરમાં ફેલાયેલો છે જેમાં કોઈપણ સિટી સર્વેની કામગીરી માટે દૂરથી આવતા અરજદારો દરરોજ અહી પોતાના કામ અર્થે આવે છે અને સિટી સર્વે શાખામાં રહેતા મનમોજી મેઘાબેન મોદી ગેરહાજર હોવાથી ધર્મનો ધક્કો ખાઈને પરત જતાં રહે છે જેના લીધે અનેક અરજદારોના કામો ટલ્લે ચડી છે જોકે આ અરજદારોમાં અનેક જાગૃત નાગરિકો દ્વારા તો આ સિટી સર્વેના મહિલા કર્મચારી વિરૂદ્ધ લેખિત રજૂઆત પણ કરી છે છતાં મેઘાબેન મોદી પોતાને દેશના વડાપ્રધાનના સમજતા હશે ? જેથી આ પ્રકારે ગેરહાજર રહેવા અને અરજદારો દ્વારા રજૂઆત કરવા છતાં પણ કોઈ ફેર પડ્યો ન હોય તેમ બિન્દાસ્ત રહે છે. ત્યારે ધ્રાંગધ્રા સેવા સદન કચેરીમાં જ અન્ય શાખાના કર્મચારીઓ દ્વારા તો એવું પણ જણાવે છે કે તેઓ દ્વારા મેઘાબેન મોદીને છેલ્લે ક્યારે જોયા હતા તે યાદ નથી ત્યારે આ પ્રકારનો કટાક્ષ સરકારી તંત્ર અને ઉચ્ચાધિકારીઓ માટે લાંછનરૂપ સમાન સાબિત થાય છે.