ઈસરોની ‘બાહુબલી’ સિદ્ધિ
ભારતમાંથી મોકલવામાં આવેલો સૌથી ભારે સેટેલાઇટ: પૃથ્વી પર ગમે ત્યાંથી વિડીયો કૉલ કરી શકાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભારતનું સૌથી ભારે ‘બાહુબલી’ રોકેટ, કટખ3-ખ6 (લોન્ચ વ્હીકલ માર્ક 3-ખ6), બુધવારે સવારે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું. શરૂઆતમાં 8:54 વાગ્યે નિર્ધારિત સમયપત્રક પછી, રોકેટ 90 સેક્ધડ મોડા 8:55:30 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું. ઈંજછઘ અનુસાર, હજારો સક્રિય ઉપગ્રહો શ્રીહરિકોટા અવકાશ વિસ્તાર પરથી સતત પસાર થઈ રહ્યા છે, જેના કારણે માર્ગ ગીચ બની રહ્યો છે. ઉડાન માર્ગ પર કાટમાળ અથવા અન્ય ઉપગ્રહો સાથે અથડાવાના જોખમને કારણે, કટખ3-ખ6 મિશનનો લોન્ચ સમય 90 સેક્ધડ વધારવામાં આવ્યો છે. આ મિશન ઈંજછઘ અને અમેરિકન કંપની અજઝ જાફભયખજ્ઞબશહય વચ્ચેના વાણિજ્યિક કરારનો એક ભાગ છે. આ કરાર હેઠળ, ઈંજછઘ કટખ3-ખ6 રોકેટનો ઉપયોગ કરીને બ્લુબર્ડ બ્લોક-2 ઉપગ્રહને લો-અર્થ ઓર્બિટ (કઊઘ) માં લોન્ચ કરશે. આ આગામી પેઢીનો સંચાર ઉપગ્રહ છે જે વિશ્ર્વભરના સ્માર્ટફોન પર સીધી હાઇ-સ્પીડ સેલ્યુલર બ્રોડબેન્ડ સેવા પહોંચાડવા માટે રચાયેલ છે. આનાથી 4ૠ અને 5ૠ વોઇસ કોલ, વીડિયો કોલ, મેસેજિંગ અને ડેટા સર્વિસીઝ વિશ્ર્વમાં ગમે ત્યાં ઉપલબ્ધ થઈ શકશે. કોઈપણ સ્માર્ટફોનનો ઉપયોગ કરીને અવકાશમાંથી સીધા કોલ કરી શકાય છે. જોકે, હાલમાં, પ્લેનમાંથી કોલ કરી શકાતા નથી કારણ કે તે નેવિગેશન સિસ્ટમને અસર કરે છે.
લોન્ચ પહેલા ઈંજછઘના ચેરમેન વી. નારાયણને 22 ડિસેમ્બરે તિરુમાલા સ્થિત શ્રી વેંકટેશ્ર્વર સ્વામી મંદિરમાં પૂજા-અર્ચના કરી. ઈંજછઘએ જણાવ્યું કે આ અત્યાર સુધી કટખ3 રોકેટથી લો અર્થ ઓર્બિટ (કઊઘ)માં મોકલવામાં આવનાર સૌથી ભારે પેલોડ હશે. આ પહેલા સૌથી ભારે પેલોડ 4,400 કિલોગ્રામનો હતો, જેને નવેમ્બર 2024માં ૠઝઘમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. સ્પેસ એજન્સી અનુસાર, 43.5 મીટર ઊંચું કટખ3 રોકેટ ત્રણ તબક્કાનું છે અને તેમાં ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રોકેટને લિફ્ટ-ઓફ માટે બે જ200 સોલિડ બૂસ્ટર થ્રસ્ટ આપે છે. લોન્ચના લગભગ 15 મિનિટ પછી સેટેલાઇટ રોકેટથી અલગ થવાની અપેક્ષા છે.
આ પહેલા સૌથી ભારે કટખ3-ખ5 કોમ્યુનિકેશન સેટેલાઇટ 03 હતું, જેનું વજન લગભગ 4,400સલ હતું, જેને ઈંજછઘએ 2 નવેમ્બરના રોજ જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (ૠઝઘ)માં સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું.
સેલ્યુલર બ્રોડબેન્ડને આખી દુનિયામાં પહોંચાડવાનું લક્ષ્ય: અજઝ સ્પેસમોબાઈલ
- Advertisement -
અજઝ સ્પેસમોબાઈલે સપ્ટેમ્બર 2024માં બ્લુબર્ડ-1 પરથી 5 સેટેલાઇટ લોન્ચ કર્યા છે. કંપનીનો દાવો છે કે તેણે વિશ્ર્વભરમાં 50 થી વધુ મોબાઇલ ઓપરેટરો સાથે ભાગીદારી કરી છે અને ભવિષ્યમાં પણ આવા જ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે. સર્વિસ પ્રોવાઇડર્સ બદલવાની જરૂર નહીં પડે કંપનીનું કહેવું છે કે- અમારો લક્ષ્ય સેલ્યુલર બ્રોડબેન્ડને સમગ્ર વિશ્ર્વમાં પહોંચાડવાનો છે. અમે લોકોને ત્યાં પણ કનેક્ટિવિટી આપવા માંગીએ છીએ, જ્યાં પરંપરાગત નેટવર્ક પહોંચી શકતું નથી. આનાથી શિક્ષણ, સોશિયલ નેટવર્કિંગ, આરોગ્ય સેવા સહિત અનેક ક્ષેત્રોમાં ઘણી તકો ખુલશે.



