10000થી વધુ લોકોએ આંદોલન કરી હમાસે બંધક બનાવેલા નાગરિકોને છોડાવવાની માંગ
ખાસ-ખબર ન્યૂઝ યેરુસલેમ, તા.02
- Advertisement -
ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ આજકાલ બેવડા પડકારોનો સામનો કરી રહ્યા છે. એક બાજુ આતંકી સંગઠન હમાસ સાથે યુધ્ધમાં સેના મોરચા પર છે. તો દેશમાં જ વિરોધી સ્વર ઉઠી રહ્યો છે. લોકોએ જણાવ્યું હતું કે, ‘ભલે તેના માટે ગમે તે ડીલ કરવી પડે’ આ સિવાય દેખાવકારોએ નેતન્યાહૂ સરકારને ઘેરીને જલ્દી ચૂંટણી કરવાની માંગ કરી છે. બીજી બાજુ પીએમ નેતન્યાહુએ બધા બંધકોને પરત લઇ આવવાનો ભરોસો આપ્યો હતો. પણ હકીકત એ છે કે પીએમ ને ન્યાહુ આ મિશનમાં પૂરેપૂરા સફળ નથી થયા.બીજી બાજુ ઇઝરાયેલી સેનાના જોરદાર હુમલા છતાં હમાસમાં હજુ સુધી કોઇ મોટી ફૂટ પડી નથી. હમાસનું આ વલણ ઇઝરાયેલ માટે ટેન્શન બન્યું છે. આ જંગમાં ઇઝરાયેલના 700 સૈનિકો માર્યા ગયા છે. આ યુદ્ધમાં ઇઝરાયેલને મોટુ નુકશાન થયું હતું, જેને લઇને ઇઝરાયેલમાં નેતન્યાહુ સામે ગુસ્સો ભડકી રહ્યો છે.