બે મહિનાથી ઇઝરાયલ અને હમાસની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યાં એક તરફ પેલિસ્ટીનીની યુદ્ધને રોકવા માટે સમર્થન માંગી રહ્યું છે, ત્યારે ઇઝરાયલની જવાબી કાર્યવાહી વધારે અઘરી બની રહી છે. ઇઝરાયલે હમાસના આતંકવાદીઓને જડમૂળથી નાશ કરવાનો સંકલ્પ કર્યો છે અને તેના માટે તેઓ ઘણા નવા પ્રયત્નો કરી રહ્યા છે. હવે ઇઝરાયલી સુરક્ષા દળોએ સુરંગોમાં છુપાયેલા આતંકવાદીઓને બહાર કાઢવા માટે અને તેના નાશ માટે સમુદ્રના પાણીનો ઉપયોગ કરી રહ્યા છે.
એક રિપોર્ટમાં અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે, ઇઝરાયલી સેના ગાઝામાં હમાસની સુરંગોને સમુદ્રના પાણીથી ભરી રહી છે. જેથી સુરંગોનો નાશ કરવામાં મદદ મળી શકે.
- Advertisement -
અધિકારીઓનું કહેવું છે કે, ઇઝરાયલનું માનવું છે કે, હમાસના બંધકો, સૈનિકો અને યુદ્ધની સામગ્રીને છુપાવવા માટે સુરંગોનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે, સમુદ્રના પાણીની મદદથી સુરંગોનો નાશ કરવાની પ્રક્રિયામાં અઠવાડિયાનો સમય લાગી શકે છે.
આ સિવાય બાઇડન પ્રશાસનના કેટલાક અધિકારીઓએ આ બાબતની ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, ઇઝરાયલનો આ પ્રયાસ ગાઝાના તાજા પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવામાં મુશ્કેલી ઉભી કરી શકે છે. જો કે આ રિપોર્ટ પર ઇઝરાયલની સેનાએ કોઇ ટિપ્પણી કરી નથી.