હમાસ સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પીએમ નેતન્યાહૂને સાવધાન કરતાં કહ્યું કે આવું કામ ઈઝરાયલ માટે આંતરરાષ્ટ્રીય સમર્થનને નબળું પણ પાડી શકે છે.
હમાસને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે ઈઝરાયલી સેનાએ ગાઝામાં જમીન અને હવાઈ હુમલામાં વધારો કર્યો છે. એવામાં આ દરમિયાન ભૂતપૂર્વ યુએસ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ ઈઝરાયલને સાવધાન કરતાં કહ્યું કે ‘માણસાઈના પાસાઓની અવગણના કરનારી ઇઝરાયલની લશ્કરી આ વ્યૂહરચના બેકફાયર થઈ શકે છે. ‘
- Advertisement -
આવી હરકતો ઈઝરાયલ પ્રત્યેના આંતરરાષ્ટ્રીય સમર્થનને નબળું પાડી શકે
હમાસ સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઈઝરાયલને ચેતવણી આપી છે. ઓબામાએ કહ્યું કે ગાઝા પર ઇઝરાયલની કેટલીક કાર્યવાહી જેમ કે ખોરાક અને પાણી પર કાપ મૂકવો, આ બધુ પેઢીઓ માટે ઈઝરાયલ સામે પેલેસ્ટિનિયનોના વલણને સખત બનાવી શકે છે. આ સાથે જ આવું કામ ઈઝરાયલ માટે આંતરરાષ્ટ્રીય સમર્થનને નબળું પણ પાડી શકે છે.
I wanted to share some thoughts on what’s happening right now in Israel and Gaza.https://t.co/fEaYWFisnN
— Barack Obama (@BarackObama) October 23, 2023
- Advertisement -
ગાઝામાં બાળકો સહિત હજારો પેલેસ્ટાઈનના મોત થયા
ઓબામાએ કહ્યું, “કોઈપણ ઇઝરાયલી લશ્કરી વ્યૂહરચના જે યુદ્ધમાં માનવતાવાદની અવગણના કરે છે તે પ્રતિકૂળ હોઈ શકે છે. ગાઝાના બોમ્બ ધડાકામાં બાળકો સહિત હજારો પેલેસ્ટાઈન પહેલાથી જ માર્યા ગયા છે. હજારો લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ગાઝામાં લોકો માટે ખોરાક, પાણી અને વીજળી કાપી નાખવાના ઇઝરાયલ સરકારના નિર્ણયથી માત્ર વધતી જતી માનવતાવાદી કટોકટીનું જોખમ નથી, પરંતુ તે પેઢીઓ માટે પેલેસ્ટિનિયન વલણને વધુ સખત બનાવી શકે છે, આ સાથે જ ઇઝરાયલ માટે આંતરરાષ્ટ્રીય સમર્થનને ખતમ કરી શકે છે. ઇઝરાયલના દુશ્મનો તેનો ઉપયોગ કરી શકે છે અને તેના પ્રયાસોને નબળું બનાવી શકે છે, એટલે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા લાવવાના પ્રયત્નો કરો. ”
JUST IN: Former 🇺🇸 US President Barack Obama says 'Israel has a right to defend its citizens against such wanton violence' but that some actions could 'harden Palestinian attitudes for generations' and 'erode global support for Israel, play into the hands of Israel’s enemies, and…
— The Spectator Index (@spectatorindex) October 24, 2023
ઓબામાએ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરી હતી
7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો અને આ હુમલાઓમાં 1400 લોકોના મોત થયા હતા. હમાસના હુમલાના જવાબમાં ગાઝા પટ્ટી પર ઇઝરાયેલનું બોમ્બમારો ચાલુ છે. ઈઝરાયેલ ગાઝામાં હમાસના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરી રહ્યું છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 5000 પેલેસ્ટાઈનના મોત થયા છે. ઓબામાએ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરી હતી. સાથે જ એમને ઈઝરાયલને પોતાના બચાવના અધિકારને સમર્થન આપ્યું હતું. જો કે, હવાઈ હુમલામાં વધતા જતા મૃત્યુને જોઈને તેમણે ઈઝરાયલને સંયમ રાખવાની અપીલ કરી હતી.