ખાસ-ખબર ન્યૂઝ દોહા, તા.10
મંગળવારે કતારની રાજધાની દોહામાં અનેક મોટા વિસ્ફોટો સંભળાયા. ઇઝરાયલી સેનાએ જાહેરાત કરી કે તેણે હમાસના વરિષ્ઠ નેતાઓને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા છે.
આ હુમલો હમાસનો ચીફ ખલીલ અલ-હય્યાને નિશાન બનાવીને કર્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, અલ-હય્યા આ હુમલામાં બચી ગયો, જ્યારે અન્ય 6 લોકોના મોત થયા.
દરમિયાન, ઇઝરાયલી ઙખ નેતન્યાહૂએ પણ કહ્યું કે ઇઝરાયલ આ હુમલાની ’સંપૂર્ણ જવાબદારી’ લે છે. આ હુમલો ત્યારે થયો જ્યારે હમાસના નેતાઓ યુએસ યુદ્ધવિરામ પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યા હતા.
ઇઝરાયલી સેના અને સુરક્ષા એજન્સીએ જણાવ્યું હતું કે આ હુમલો હમાસના તે નેતાઓ પર ખૂબ જ ચોકસાઈથી કરવામાં આવ્યો હતો જેઓ લાંબા સમયથી સંગઠનની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા હતા.
એસોસિએટેડ પ્રેસ સાથે વાત કરતા, એક ઇઝરાયલી અધિકારીએ પુષ્ટિ આપી હતી કે આ હુમલો કતારની રાજધાની દોહામાં થયો હતો. સેનાના જણાવ્યા અનુસાર, 7 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયલ પર થયેલા હુમલા માટે આ હમાસ નેતાઓ સીધા જવાબદાર હતા.
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઇઝરાયલી આર્મી ચીફ ઓફ જનરલ સ્ટાફ એયાલ ઝમીરે તાજેતરમાં કહ્યું હતું કે વિદેશમાં રહેલા હમાસ નેતાઓને પણ નિશાન બનાવવામાં આવશે. તેમણે 31 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે “મોટાભાગના હમાસ નેતૃત્વ વિદેશમાં છે, અને અમે તેમની પાસે પણ પહોંચીશું.”
કતાર લાંબા સમયથી દેશનિકાલ કરાયેલા હમાસ નેતાઓનું છુપાયેલું સ્થાન રહ્યું છે અને ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે. આ હુમલો ગાઝામાં યુદ્ધવિરામ અને 7 ઓક્ટોબરના રોજ હમાસ બંધકોની મુક્તિ અંગેની વાટાઘાટોને વધુ જટિલ બનાવી શકે છે.
આ હુમલા બાદ કતારે ઇઝરાયલની આકરી ટીકા કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજેદ અલ-અંસારીએ તેને હમાસના રાજકીય મુખ્યાલય પર “કાયર હુમલો” ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તે તમામ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને ધોરણોનું ઉલ્લંઘન છે.
બીજી તરફ, ઇઝરાયલના નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચે આ કાર્યવાહીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આતંકવાદીઓને ઇઝરાયલ તરફથી વિશ્ર્વમાં ક્યાંય પણ મુક્તિ મળશે નહીં. ડ પર લખતા, તેમણે ઈંઉઋ અને શિન બેટના “સાચા નિર્ણય અને સચોટ લક્ષ્યીકરણ” માટે પ્રશંસા કરી અને કહ્યું કે “આતંકવાદીઓને ઇઝરાયલના લાંબા હાથથી ક્યારેય મુક્તિ મળશે નહીં.”