દક્ષિણ ગાઝાની નાસેર હોસ્પિટલે જણાવ્યું હતું કે તેમને નજીકના અનેક વિતરણ સ્થળોએથી મૃતદેહો મળ્યા છે, જેમાં ખાન યુનિસમાં વિતરણ સ્થળથી લગભગ ત્રણ કિલોમીટર (1.8 માઇલ) દૂર ટેનાથી આઠ મૃતદેહોનો સમાવેશ થાય છે.
ગાઝા પટ્ટીમાં રવિવારે ભોજનની શોધમાં નીકળેલા એક જૂથના લોકોને ઈઝરાયલના સૈનિકોએ ગોળીથી વિંધી નાખ્યા હતાં. ભોજન વિત્તરણ કેન્દ્ર પર ભોજન લેવા આવેલા પેલેસ્ટાઈનના લોકો પર ઈઝરાયલના સૈનિકોએ અંધાધૂધ ગોળીબાર કર્યો હતો. જેમાં 23 લોકોના મોત થયા હતાં. હોસ્પિટલના અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓએ આ અંગે માહિતી આપી હતી.
- Advertisement -
ભોજન લેવા આવેલા પ્રત્યક્ષદર્શી યુસુફ આબેદે જણાવ્યું કે, અમે ભોજન લેવા આ ભોજન વિત્તરણ કેન્દ્ર પર આવ્યા હતા. જ્યાં અચાનક અંધાધૂધ ગોળીબાર થવા લાગ્યો હતો. અમે આમ-તેમ દોડવા લાગ્યા, અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જમીન પર થોડી જ ક્ષણોમાં ચારે બાજુ લાશોના ઢગલાં જોવા મળ્યા હતાં. મૃતદેહોની આસપાસ લોહીના ખાબોચિયા થયા હતાં. ભીષણ ગોળીબારના કારણે કોઈ મદદે આવી શક્યુ નહીં.
જુદા-જુદા કેન્દ્રો પર કર્યું ગોળીબાર
દક્ષિણ ગાજાની નાસેર હોસ્પિટલના વહીવટીતંત્રે જણાવ્યું કે, અનેક ભોજન વિત્તરણ કેન્દ્રો પર ઈઝરાયલની સેના દ્વારા હુમલા થયા હતાં. તૈના વિસ્તારમાંથી આઠ જણ મૃત્યુ પામ્યા હતાં. શાકૂશમાં એકને ગોળી વાગતા મોત થયુ હતું. જ્યારે મોરાગ કોરિડોરમાં અંધાધૂધ ગોળીબારના કારણે નવ લોકોના મોત થયા હતાં. આ સિવાય ઈઝરાયલની