હિઝબુલ્લાહનો ઇઝરાયલના હાઇફા શહેર પર હુમલો, 10 ઘાયલ: મિલિટરી બેઝને પણ નિશાન બનાવ્યું: ઇઝરાયલે હમાસના હુમલાને નિષ્ફળ બનાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
હિઝબુલ્લાહે રવિવારે રાત્રે ઈઝરાયલના હાઈફા શહેરમાં હુમલો કર્યો હતો. અલજઝીરા અનુસાર, હિઝબુલ્લાહએ પ્રથમ વખત ઉત્તરી ઇઝરાયલના આ શહેરને નિશાન બનાવ્યું છે. આમાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા છે. છરા અને કાચથી લોકોને ઈજાઓ થઈ છે. દરેકને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
હિઝબુલ્લાહે તિબેરિયાસ શહેર પર પણ હુમલો કર્યો હતો. આમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. સાથે જ હિઝબુલ્લાહએ કહ્યું કે તેણે ઈઝરાયેલના કાર્મેલ મિલિટરી બેઝને પણ નિશાન બનાવ્યું છે. ઇઝરાયલના અધિકારીઓએ જણાવ્યું હતું કે હિઝબુલ્લાહે રવિવારે લેબનોનથી 120 થી વધુ રોકેટ છોડ્યા હતા.
લેબનનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ ઇઝરાયલી સૈનિકોનું ગ્રાઉન્ડ ઓપરેશન ચાલુ છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ રવિવારે લેબનન બોર્ડર પર થયેલા હુમલામાં ઈઝરાયલનો એક સૈનિક માર્યો ગયો હતો. આ હુમલામાં બે જવાન પણ ઘાયલ થયા છે. મૃતક સૈનિકનું નામ માસ્ટર સાર્જન્ટ એટે અઝુલે (25) છે.
ઇઝરાયલ પર હમાસના હુમલાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ સમય દરમિયાન, લોકો માર્યા ગયેલા લોકોની યાદમાં સરહદને અડીને આવેલા કિબુત્ઝ રીમમાં એકઠા થયા હતા અને તેમને યાદ કર્યા હતા. ગયા વર્ષે અહીં નોવા મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઈઝરાયલની સેનાએ કહ્યું કે તેમણે 7 ઓક્ટોબરના એક વર્ષ પૂરા થવા પર હમાસના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. ઈઝરાયલની સેનાના જણાવ્યા અનુસાર હમાસે સોમવારે સવારે 4 રોકેટ છોડ્યા હતા. જેમાંથી ત્રણને અટકાવ્યા હતા જ્યારે 1 રોકેટ ખુલ્લા વિસ્તારમાં પડ્યું હતું. ઇઝરાયલમાં હમાસના હુમલામાં માર્યા ગયેલા લોકોની યાદમાં સરહદને અડીને આવેલા કિબુત્ઝ રીમ ખાતે લોકો એકઠા થયા હતા. ગયા વર્ષે અહીં નોવા મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હમાસના આતંકવાદીઓએ સ્થળને ત્રણ બાજુથી ઘેરી લીધું હતું અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 347 લોકો માર્યા ગયા હતા.
- Advertisement -
પેલેસ્ટિનિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવારે એક મસ્જિદ પર ઇઝરાયલી દળોએ કરેલા હુમલામાં ઓછામાં ઓછા 19 લોકો માર્યા ગયા છે. 50 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઈઝરાયલે કહ્યું કે હમાસના આતંકવાદીઓ મસ્જિદમાં છુપાયેલા છે.
ઈઝરાયલ પર એક વર્ષમાં 26 હજાર હવાઈ હુમલા
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (ઈંઉઋ)એ સોમવારે ગાઝા સ્ટ્રીપ, વેસ્ટ બેન્ક અને લેબનનમાં હાથ ધરાયેલા ઓપરેશન્સ સંબંધિત ડેટા જાહેર કર્યો. આ મુજબ, ગત વર્ષમાં ઈઝરાયલ પર 26 હજારથી વધુ મિસાઈલ, રોકેટ અને ડ્રોન છોડવામાં આવ્યા છે. આ હુમલા ગાઝા, લેબનન, સીરિયા, હુથી, ઈરાનથી કરવામાં આવ્યા હતા. ઈરાક દ્વારા કેટલા હુમલા થયા તેની માહિતી આપવામાં આવી નથી. ઈંઉઋએ ગાઝા પટ્ટીમાં હમાસના અંદાજે 17 હજાર સભ્યોને મારી નાખ્યા છે. ઈઝરાયલમાં પણ 1000 આતંકવાદીઓ માર્યા ગયા છે. ઈઝરાયલ પર થયેલા હુમલામાં અત્યાર સુધીમાં 728 સૈનિકોના મોત થયા છે. તે જ સમયે, 4,576 ઘાયલ થયા છે. ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન 346 લોકો માર્યા ગયા હતા. તે જ સમયે, ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન 2,299 સૈનિકો ઘાયલ થયા હતા.