હુથી સંચાલિત આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે યમનમાં ઇઝરાયલી હુમલાઓમાં ઓછામાં ઓછા 35 લોકો માર્યા ગયા છે અને 130 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયલી સૈન્યએ ગુરુવારે કહ્યું હતું કે તેણે યમનથી છોડવામાં આવેલી એક મિસાઇલને અટકાવી દીધી છે, જ્યાં હુથી બળવાખોરો નિયમિતપણે હુમલાઓ કરે છે જે તેઓ કહે છે કે ગાઝામાં ઇઝરાયલના યુદ્ધના જવાબમાં છે.
ઇઝરાયેલે યેમેન અને ગાઝામાં ભીષણ હુમલા જારી રાખ્યા છે. યમને મિસાઇલ છોડયા પછી ઇઝરાયેલે કરેલી એરસ્ટ્રાઇકમાં ત્યાં ૩૫ના મોત થયા છે અને ગાઝામાં છેલ્લા 24 કલાક દરમિયાન કરેલા હુમલામાં ૪૧ના મોત નીપજ્યા છે. આમ કુલ 76ના મોત નીપજ્યા છે. આટલું ઓછું હોય તેમ ઇઝરાયેલે ગાઝામાં ઓપરેશનનો વ્યાપ વધારતા દસ લાખ ગાઝાવાસીઓને શહેર છોડવાનો આદેશ આપ્યો છે.
- Advertisement -
ઇઝરાયેલે યમન પર કરેલા હુમલામાં ૩૫ના મોત થયા છે અને 130થી પણ વધુને ઇજા થઈ છે, આ મૃત્યુઆંક વધી પણ શકે છે એમ યમનના હુથી શાસિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. હુથી બળવાખોરો ઇઝરાયેલના એરપોર્ટ પર કરેલા સફળ હુમલા પછી ઇઝરાયેલે વળતો પ્રહાર કર્યો હતો. ઇઝરાયેલે યમનની રાજધાની સના પર હુમલો કર્યો હતો, અહીં મુખ્યત્વે હુથીઓના મિલિટરી હેડક્વાર્ટર અને ફ્યુઅલ સ્ટેશન આવેલા છે. ઇઝરાયેલે તેના પર હુમલો કર્યો હતો.
ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલે છેલ્લા 24 કલાક દરમિયાન કરેલા હુમલામાં કુલ 41ના મોત નીપજ્યા છે. જ્યારે 184થી વધારે લોકોને ઇજા થઈ છે. આમ ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં મૃત્યુ પામનારાઓનો આંકડો 64,600 પર પહોંચી ગયો છે. આ ઉપરાંત યુદ્ધ શરૂ થયા પછી 404 ગાઝાવાસીઓ કુપોષણના લીધે મરી ગયા છે અને તેમા 141 બાળકોનો સમાવેશ થાય છે. યમનના હુથી બળવાખોરોએ જણાવ્યું હતુ કે અમે ઇઝરાયેલ પર હુમલા કરવાના જારી રાખીશું. પેલેસ્ટાઇનના સમર્થનમાં અમારા ઇઝરાયેલ પર હુમલા જારી રહેશે. તેમણે ઇઝરાયેલને વધુ હુમલાની ચેતવણી પણ આપી હતી. આ દરમિયાન ઇઝરાયેલે દસ લાખની વસ્તી ધરાવતા ગાઝા શહેરને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. તેણે ગાઝાવાસીઓને દક્ષિણે બનાવવામાં આવેલા કેમ્પમાં જવા કહ્યું છે.
આ દરમિયાન ઇઝરાયેલે કતારના દોહા પર કરેલા હુમલાને આખા મધ્યપૂર્વના દેશોએ વખોડી કાઢ્યું છે. કતાર અમેરિકાનું સહયોગી મનાય છે અને ત્યાં ઇઝરાયેલના હુમલાથી આખુ આરબ જગત નારાજ થયું છે. તેનાથી મધ્યપૂર્વમાં તનાવ વધી ગયો છે.




