હમાસના આતંકવાદીઓએ અત્યાર સુધીમાં અનેક નાગરિકોનું અપહરણ કર્યું અને અનેક લોકોની હત્યા કરી, આ નરસંહાર બાદ ઈઝરાયેલે પણ ભીષણ યુદ્ધની જાહેરાત કરી
હમાસના આતંકવાદીઓએ શનિવારે ગાઝાથી ઈઝરાયેલમાં 3,000 થી વધુ રોકેટ છોડ્યા બાદ ઈઝરાયેલ અને ગાઝામાં અત્યાર સુધીમાં 1,000 થી વધુ લોકો માર્યા ગયા છે. જવાબી કાર્યવાહીમાં ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ગાઝામાં હુમલો કર્યો. હમાસના આતંકવાદીઓએ અત્યાર સુધીમાં અનેક નાગરિકોનું અપહરણ કર્યું છે અને અનેક લોકોની હત્યા કરી છે. આ નરસંહાર બાદ ઈઝરાયેલે પણ ભીષણ યુદ્ધની જાહેરાત કરી છે.
- Advertisement -
રવિવારે સેંકડો ઇઝરાયેલીઓ તેમના ગુમ થયેલા પરિવારના સભ્યો વિશે માહિતી મેળવવા માટે કેન્દ્રીય પોલીસ સ્ટેશનમાં એકઠા થયા હતા. ઇઝરાયેલ સરકારના જણાવ્યા અનુસાર ગાઝામાં હમાસના આતંકવાદીઓ દ્વારા 100 થી વધુ લોકોને પકડી લેવામાં આવ્યા છે અને તેમને બંધક બનાવ્યા છે. જો કે હજુ પણ ગુમ થયેલા લોકોનો ચોક્કસ આંકડો કહી શકાય તેમ નથી.
1000થી વધુ લોકોના મોત, 2300થી વધુ ઘાયલ
ઈઝરાયલ આર્મી અને આતંકી સંગઠન હમાસ વચ્ચેની અથડામણના બીજા દિવસે દેશભરના ઘણા વિસ્તારો પ્રભાવિત યુદ્ધને લઈ ઈઝરાયેલ પરના સૌથી ઘાતક હુમલામાં સૈનિકો સહિત ઓછામાં ઓછા 700 ઈઝરાયેલીઓ માર્યા ગયા છે અને 1,900થી વધુ ઘાયલ થયા છે. ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના વળતા હુમલા પછી 450 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને લગભગ 2,300 ઘાયલ થયા હતા, જેના કારણે મૃત્યુની કુલ સંખ્યા 1,000 થી વધુ થઈ ગઈ હતી.
#WATCH | Ashkelon, Israel: A barrage of rockets launched from the Gaza Strip was seen over Israel's Ashkelon, as fierce fighting between Hamas and the Israeli Army reached its second day.
- Advertisement -
(Source: Reuters) pic.twitter.com/55LKTjf4eF
— ANI (@ANI) October 9, 2023
હિઝબોલ્લાએ ઇઝરાયેલની જગ્યાઓ પર મોર્ટાર છોડ્યા
ઉત્તર ઇઝરાયેલમાં લેબનીઝ ઇસ્લામિક જૂથ હિઝબુલ્લાએ રવિવારે ઇઝરાયેલની જગ્યાઓને નિશાન બનાવીને મોર્ટાર ફાયર શરૂ કર્યું હતું. ઇઝરાયેલી સેનાએ લેબનોનમાં આર્ટિલરી હુમલાનો જવાબ આપ્યો અને સરહદ નજીક હિઝબુલ્લાહ ચોકી પર ડ્રોન હુમલો કર્યો. આ વિસ્તારમાં સ્થિતિ તંગ છે. ઇજિપ્તના શહેર એલેક્ઝાન્ડ્રિયામાં એક પોલીસ અધિકારીએ ઇઝરાયેલી પ્રવાસીઓના જૂથ પર ગોળીબાર કર્યો પરિણામે બે ઇઝરાયેલીઓ અને એક ઇજિપ્તીયન માર્ગદર્શકના મોત થયા. સ્થાનિક મીડિયાના અહેવાલમાં જાણવા મળ્યું છે કે, હુમલામાં અન્ય એક વ્યક્તિ પણ ઘાયલ થયો છે. આ ઘટના એલેક્ઝાન્ડ્રિયામાં ઐતિહાસિક પોમ્પી પિલર સાઇટ પર બની હતી. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે.
થાઈલેન્ડના 11 નાગરિકોને હમાસના આતંકવાદીઓએ પકડી લીધા
થાઈલેન્ડના વિદેશ મંત્રાલયે રવિવારે કહ્યું કે, તેના 11 નાગરિકોને હમાસના આતંકવાદીઓએ પકડી લીધા છે. અહેવાલો અનુસાર એવા સંકેતો છે કે, તેને ગાઝા લઈ જવામાં આવ્યો હોઈ શકે છે. તેઓ નિર્દોષ છે અને તેમને કોઈ સંઘર્ષ સાથે કોઈ લેવાદેવા નથી. આ તરફ યુનાઇટેડ કિંગડમમાં ઇઝરાયલની દૂતાવાસના જણાવ્યા અનુસાર ગાઝા નજીક એક સંગીત ઉત્સવ પર પેલેસ્ટિનિયન ઇસ્લામિક જૂથ હમાસ દ્વારા કરાયેલા હુમલા બાદ એક બ્રિટિશ નાગરિક ગુમ થયાની જાણ કરવામાં આવી છે.
Israel Air Force destroys headquarters linked with senior Hamas naval force
Read @ANI Story | https://t.co/wnI71guoYf#Israel #Hamas #retaliatorystrike pic.twitter.com/KCbImummRq
— ANI Digital (@ani_digital) October 9, 2023
હમાસના હુમલામાં માર્યા ગયેલા ત્રણ અમેરિકન
એક સમાચાર સંગઠને અહેવાલ આપ્યો છે કે ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ ઓછામાં ઓછા ત્રણ અમેરિકનો માર્યા ગયા છે. ફ્રાન્સના વિદેશ મંત્રાલયે ફ્રેન્ચ નાગરિકના મૃત્યુની પુષ્ટિ કરી અને યુક્રેનના વિદેશ મંત્રાલયે કહ્યું કે તેના બે નાગરિકો ઇઝરાયેલમાં મૃત્યુ પામ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ સરકારે રવિવારે જણાવ્યું હતું કે, તે ઇઝરાયેલ સંરક્ષણ દળોને ટેકો આપવા માટે શસ્ત્રો સહિત વધારાના સાધનો અને પુરવઠો મોકલશે. રાષ્ટ્રપતિ જો બિડેને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ખાતરી આપી હતી કે, વધુ સહાય માર્ગ પર છે. વધુમાં યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન ઋષિ સુનકે હમાસ દ્વારા તાજેતરના હુમલાઓને પગલે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ઇઝરાયેલ માટે મજબૂત સમર્થન વ્યક્ત કર્યું હતું.
ઇઝરાયેલના ઘણા વિસ્તારોમાં હમાસ સાથે લડાઈ ચાલુ
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (આઇડીએફ) એ રવિવારે જણાવ્યું હતું કે, તેના સૈનિકો ઇઝરાયેલની અંદર પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ સાથે લડી રહ્યા છે. હમાસે પણ ગાઝા પટ્ટીની સરહદે આવેલા ઈઝરાયેલી વિસ્તારોમાં લડાઈની પુષ્ટિ કરી હતી, જેમાં ઓફકીમ, સેડેરોટ, યાદ મોર્ડેચાઈ, કેફર અઝા, બેરી, યેટીદ અને કિસુફિમનો સમાવેશ થાય છે.