નવી દિલ્હીમાં આવેલા ઇઝરાયલી દૂતાવાસ પાસે થયેલા વિસ્ફોટ પછી ઇઝરાયલી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદને ભારતમાં પોતાના નાગરિકો માટે ચેતવણી જાહેર કરી છે. ઇઝરાયલના હુમલાને સંભવિત આતંકી હુમલો માનવામાં આવે છે. ઇઝરાયલના યહૂદી અને ઇઝરાયલી નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે અને તેમની સંભવિત સમાચારથી બચવા માટે ચેતવણી આપી છે. જણાવી દઇએ કે, ઇઝરાયલી દૂતાવાસ નવી દિલ્હીના ચાણક્યરપુરી ડિપ્લોમૈટિક એન્ક્લેવમાં આવેલ છે.
સોશ્યલ મીડિયા પોસ્ટ કરવા માટે પણ ચેતવણી આપી
ઇઝરાયલી દૂતાવાસના પ્રવક્તા ગાઇ નીરનું કહેવું છે કે, સાંજે 5:48 વાગ્યે લગભગ દૂતાવાસની નજીકમાં પણ એક વિસ્ફોટ થયો હતો. દિલ્હી પોલીસ અને સુરક્ષા ટીમે આ બાબતે તપાસ શરૂ કરી છે. હુમલામાં કોઇ પણ ઇજાગ્રસ્ત થયું નથી. ઇઝરાયલી નાગરિકો માટે ઇઝરાયલે ચેતવણી જાહેર કરી છે. યહૂદી નાગરિકોની ભીડ-ભાડ વાળા વિસ્તારો જેવા કે મોલ અને બજારમાં ના જવા પર સલાહ આપી છે. લોકોને સાર્વજનિક સ્થળો રેસ્ટોરન્ટ, હોટેલ, પબ સહિત બીજી જગ્યાઓમાં સર્તક રહેવા માટે એડવાઇઝરી જાહેર કરી છે. યહૂદિઓ એક સાથે સમૂહમાં કોઇ પણ જગ્યાએ જવાથી બચવું જોઇએ. જો કોઇ ક્યાંય પણ જાય તો સામાન્ય લોકો સાથે પોતાની ઓળખ જાહેર કરે નહીં અને ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરે નહીં.
- Advertisement -
હાલમાં જ ઇઝરાયલી રાજદૂતને ધમકી મળી હતી
હાલમાં જ ઇઝરાયલી દૂતાવાસને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ત્યાર પછી ગૃહ મંત્રાલયના આદેશ પર ઇઝરાયલ એમ્બસી તેમજ રાજદૂતની સુરક્ષા વધારી દીધી હતી. ગુપ્ત વિભાગની રિપોર્ટ પછી ગૃહ મંત્રાલયના સુરક્ષી વધારવા માટે આદેશ આપયો હતો. રાજદૂતને સોશ્યલ મીડિયા પર ધમકી મળી હતી.
જાણો શું છે સમગ્ર ઘટના?
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસે સૌથી પહેલા મંગળવારની સાંજે લગભગ 5:45 વાગ્યે દૂતાવાસની પાછળ વિસ્ફોટ વિશે સૂચના મળી હતી. સૂચના ઇઝરાયલી એમ્બસીની સુરક્ષા ગાર્ડે આપી હતી. તેમણે 100 મીટર દૂર એક ધમાકાની અવાજ સાંભળી હતી. સૂચના મળ્યા પછી દિલ્હી પોલીસ, જિલ્લા સ્ટાફ, સ્પેશ્યલ સેલ, દિલ્હી ફાયરસર્વિસીઝ અને કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓના અધિકારી-કર્મચારી સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘટના સ્થળ કે તેની આસપાસથી વિસ્ફોટના કોઇ ચિહ્નો મળ્યા નથી.