ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અમેરિકા આડકતરી રીતે કૂદી પડ્યું છે. હવે અમેરિકાએ પૂર્વ સીરિયામાં હમાસને ટેકો આપતા ઈરાન સાથે જોડાયેલા સ્થળો પર એટેક કર્યો હતો.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, પૂર્વી સીરિયામાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર ઈરાન સમર્થિત જૂથ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. આ હુમલાના જવાબમાં અમેરિકાએ બુધવારના રોજ સીરિયા પર હવાઈ હુમલો કર્યો, જેમાં ઈરાન સમર્થિત જૂથના કુલ 9 લોકો માર્યા ગયા હતા. અમેરિકાએ આ હુમલો ઈરાન સમર્થિત મિલિશિયા દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારોના વેરહાઉસ પર કર્યો હતો.
- Advertisement -
હુમલામાં 9 લોકોના મોતના સમાચાર
હવે એ વાત તો નોંધનીય છે કે ઈઝરાયલ-હમાસ યુદ્ધને અમેરિકા ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યું છે. અમેરિકા પણ આડકતરી રીતે આ યુદ્ધમાં કૂદી પડ્યું છે, બુધવારે અમેરિકાએ પૂર્વ સીરિયામાં હમાસને ટેકો આપતા ઈરાન સાથે જોડાયેલા હથિયારોના સંગ્રહ કેન્દ્ર પર હુમલો કર્યો હતો અને બે અઠવાડિયામાં આ બીજી વખત છે જયારે અમેરિકાએ સીરિયામાં કોઈ સ્થળને નિશાન બનાવ્યું હોય. આ હુમલામાં 9 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.
Following a series of attacks against U.S. persons in Iraq and Syria, U.S. Central Command (USCENTCOM) forces conducted an air strike against a facility in Syria used by Iran’s Islamic Revolutionary Guard Corps (IRGC) and affiliated groups. We will take all necessary measures to… pic.twitter.com/KoLGWbnaxo
— U.S. Central Command (@CENTCOM) November 8, 2023
- Advertisement -
અમારા સૈનિકોની રક્ષા કરતાં વધુ મહત્ત્વનું બીજું કંઈ નથી
આ માહિતી અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને આપી છે. તેમણે કહ્યું કે અમેરિકી જવાનો સામેના હુમલાના જવાબમાં અમેરિકી યુદ્ધ જહાજોએ પૂર્વી સીરિયામાં ઈરાન સાથે જોડાયેલ હથિયારોના વેરહાઉસ પર હુમલો કર્યો.આ કાર્યવાહીથી અમે સાબિત કર્યું કે અમેરિકા તેના સૈનિકોના હિત માટે કંઈ પણ કરશે.
અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે
અગાઉ 26 ઓક્ટોબરના રોજ યુએસ આર્મીએ સીરિયામાં બે હથિયારો અને સામાનના વેરહાઉસ પર હુમલો કર્યો હતો, જેનો ઉપયોગ IRGC અને સંલગ્ન જૂથો દ્વારા કરવામાં આવતો હોવાનો આરોપ હતો. જોકે, આ હુમલાઓમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ સાથે જ અમેરિકાએ માહિતી આપી હતી કે ઈરાન સમર્થિત જૂથ દ્વારા 17 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 40 એવા હુમલા કરવામાં આવ્યા છે જેમાં અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે. અમેરિકા ઈરાન અને તેના સાથી દેશોને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષને પ્રાદેશિક યુદ્ધમાં ફેરવતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેના કારણે તે ઈરાની સમર્થિત લક્ષ્યો પર હુમલો કરી તેનું નિયંત્રણ કરી રહ્યું છે.
🚨Update: US Secretary of War Lloyd Austin stated the US conducted air strikes in Syria today against Iranian “Quds Force” of the Islamic Revolutionary Guard Corps weapon storage sites!!
Secretary Austin also states, “The United States is Fully-Prepared to take further… pic.twitter.com/v1EwAGvZ7S
— US Civil Defense News (@CaptCoronado) November 9, 2023
ગાઝામાં 10,500થી વધુ લોકો માર્યા ગયા
હવે જ્યારથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી અમેરિકન સૈનિકો પર હુમલા વધી ગયા છે. જણાવી દઈએ કે 7 ઓક્ટોબરના રોજ આતંકી સંગઠન હમાસે ગાઝાથી એક સાથે 5 હજાર રોકેટ છોડીને ઈઝરાયેલમાં તબાહી મચાવી હતી. આ હુમલાઓમાં 1400 થી વધુ લોકો માર્યા ગયા હતા. ત્યારપછી ઈઝરાયલની સેના પણ ગાઝા પટ્ટીમાં હમાસને જડબાતોડ જવાબ આપી રહી છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં ગાઝાના 10,500થી વધુ લોકો માર્યા ગયા છે. આ માહિતી હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી છે.
જણાવી દઈએ કે ઈસ્લામિક સ્ટેટ જૂથને ફરી વધતા રોકવાના પ્રયાસોના ભાગરૂપે લગભગ 2,500 અમેરિકન સૈનિકો ઈરાકમાં અને લગભગ 900 અમેરિકન સૈનિકો સીરિયામાં તૈનાત છે.