-પહેલા ગ્રુપમાં 17 થાઈ બંધકોને છોડવામાં આવ્યા; હજુ પણ 9 નાગરિકો કેદમાં
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે થોડા દિવસના યુદ્ધવિરામના કારણે બંધકોની મુક્તિ શક્ય બની હતી. ગાઝામાં બંધક બનેલા થાઈ નાગરિકો મંગળવારે તેમના ઘરે પહોંચ્યા હતા. આતંકવાદી હમાસની કેદમાંથી મુક્ત થઈને લોકોને ઘરે પહોંચતા જોઈને પરિવારજનોની ખુશીની કોઈ સીમા નથી. થાઈલેન્ડના વિદેશ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે, ગાઝા પટ્ટીમાં હમાસ આતંકવાદીઓ દ્વારા કેદમાંથી મુક્ત કરાયેલા છ થાઈ નાગરિકોનું બીજું જૂથ સોમવારે ઘરે પહોંચ્યું હતું.
- Advertisement -
બેંગકોકના સુવર્ણભૂમિ એરપોર્ટ પર નાગરિકો ઉતર્યા. મહિનાઓના ત્રાસ બાદ બંધકોના પરિવારજનોમાં આનંદ છવાયો હતો. તે પોતાના પર કાબૂ રાખી શક્યો નહીં અને દોડીને તેના પરિવારને ગળે લગાડ્યો. પરિવારના સભ્યો પણ ખૂબ ખુશ છે. જોકે, એક નાગરિકને પેટમાં ઈજા થઈ હતી. બાનમાં લેતી વખતે આતંકવાદીઓ સાથેની અથડામણમાં આ ઈજા થઈ હતી.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેદમાંથી મુક્ત થયેલા ઓવત સુર્યાશ્રી (40)એ થાઇલેન્ડ અને ઇઝરાયેલની સરકારોનો આભાર માન્યો.
તેણે કહ્યું કે, હું મારા ઘરે પાછો આવીને ખૂબ જ ખુશ છું. થાઈ સરકારના જણાવ્યા અનુસાર હમાસના આતંકવાદીઓએ 39 થાઈ નાગરિકોની હત્યા કરી છે. તેમજ 32 થાઈ મજૂરોનું અપહરણ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, પહેલા ગ્રુપમાં 17 થાઈ બંધકોને છોડવામાં આવ્યા હતા. થાઈલેન્ડના નવ નાગરિકો હજુ પણ આતંકવાદીઓની કેદમાં છે.
હમાસે કહ્યું કે, આ ઈઝરાયેલ દ્વારા જેરૂસલેમની અલ-અક્સા મસ્જિદની અપવિત્રતાનો બદલો છે. હમાસે કહ્યું કે, ઇઝરાયલી પોલીસે એપ્રિલ 2023માં અલ-અક્સા મસ્જિદ પર ગ્રેનેડ ફેંકીને તેની અપવિત્રતા કરી હતી. ઇઝરાયેલની સેના સતત હુમલા કરી રહી છે અને હમાસના સ્થાનો પર અતિક્રમણ કરી રહી છે. ઈઝરાયેલની સેના અમારી મહિલાઓ પર હુમલો કરી રહી છે. હમાસના પ્રવક્તા ગાઝી હમાદે આરબ દેશોને ઇઝરાયેલ સાથેના તમામ સંબંધો તોડી નાખવાની અપીલ કરી છે. હમાદે કહ્યું કે ઈઝરાયેલ ક્યારેય સારો પાડોશી અને શાંતિપ્રિય દેશ ન બની શકે.