સેંકડો ઈઝરાયેલવાસીઓની હત્યા ગુતારેસને દેખાતી નથી: તેઓનું વલણ એકતરફી
હમાસના હુમલા બાદ આક્રમક બનેલા ઈઝરાયેલ દ્વારા ગાઝા ક્ષેત્રમાં છેલ્લા 18 દિવસથી વિજળી, પાણી સેવા બંધ કરી છે તથા અહી સૈન્ય કાર્યવાહીની તૈયારી વચ્ચે એર સ્ટ્રાઈકથી વ્યાપક ખાનાખરાબી સર્જી છે અને ગાઝામાં બાળકો સહિત 5000થી વધુ પેલેસ્ટાઈન નાગરિકોના મોત થયા છે.
- Advertisement -
તે સમયે સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચીવ એન્ટાનીયો ગુતારેસએ ઈઝરાયેલી આ માનવીય સહાય રોકવા અને અંધાધુંધ બોમ્બમારાની આકરી ટીકા કરી કોઈ ‘કાનૂન’થી પર નથી તેવી ચેતવણી તેલઅવીવને આપતા રાષ્ટ્રસંઘ ખાતેના ઈઝરાયેલના કાયમી પ્રતિનિધિ મિલાંદ એર્દોન તુર્તજ વળતા આકરા પ્રહારમાં તેઓ સંયુક્ત રાષ્ટ્રપંચનું નેતૃત્વ કરવાજ લાયક નથી તેમ કરીને રાષ્ટ્રસંઘના મહાસચીવ ને તાત્કાલીક રાજીનામુ આપી દેવા જણાવ્યું હતું. ઈઝરાયેલ-હમાસ વચ્ચે 18 દિવસના પુછપરછ મૃત્યુઆંક 7000થી વધુ થયા છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આ અંગે ચર્ચા સમયે મહાસચીવના વિધાનો પર ઈઝરાયેલ ભડકયું હતું. ગાઝાપટ્ટીની હાલત પરના તેમના નિવેદન અને ઈઝરાયેલ પણ કાનૂનથી પર નથી તેવા વિમાનો કરતા ઈઝરાયેલના રાજદૂતએ વળતો જવાબ આપતા કહ્યું કે મહાસચીવે બાળકો-મહિલાઓ તથા વૃદ્ધોની હમાસે જે સામુહિક કત્લ કરી તે દેખાતી નથી. તેઓએ જે સમજ દેખાડી છે તેના પરથી નિશ્ર્ચિત થાય છે કે તેઓ આ પદ માટે લાયક નથી.
તેઓએ તાત્કાલીક આ પદ પરથી રાજીનામુ આપી દેવુ જોઈએ. રાષ્ટ્રસંઘ મહાસચીવે ગાઝામાં ઈઝરાયેલ આંતરરાષ્ટ્રીય કાનુનોનું ઉલ્લંઘન કરી રહ્યું હોવાનો આરોપ મુકયો હતો. તેઓએ ત્યાં સુધી કહ્યું કે હમાસે આ અત્યાચાર કોઈ કારણ વગર કર્યા હશે નહી. પેલેસ્ટાઈનના લોકો 56 વર્ષથી કબ્જા સામે લડી રહ્યા છે જેમાં પેલેસ્ટાઈનના લોકોની ફરિયાદોનો હમાસના હુમલાને યોગ્ય ગણાવી શકાય નહી તેજ રીતે ઈઝરાયેલ ભયાનક હુમલાથી પેલેસ્ટાઈનના લોકોને થતી સજા યોગ્ય ગણાવી શકાય નહી.