ઇઝરાયલે હાલમાં જ જાહેરાત કરી કે, તેમણે નવી એર ડિફેન્સ સિસ્ટમનું સફળ ટ્રાયલ કર્યુ છે. જેમાં જમીનથી હવામાં વાર કરનારી સ્પાઇડર મિસાઇલ સિસ્ટમ પણ સામેલ છે. આ નવા એર ડિફેન્સ સિસ્ટમ રાફેલ એડવાન્સ સિસ્ટમ બનાવી છે. નવા એર ડિફેન્સ સિસ્ટમ આ વખતમાં ડ્રોન, એરક્રાફ્ટ, ક્રુઝ અને બૈલિસ્ટિક મિસાઇલ એઠલે કે પ્રેસિશન હથિયારોને મારી શકે છે.
ઇઝરાયલની સેનાએ દાવો કર્યો કે, એવી એર ડિફેન્સ સિસ્ટમ નથી બની કે ના કોઇએ બનાવી છે, પરંતુ આ વીડિયો જરૂર પ્રસારિત કર્યો છે, જેમાં આ નવા હથિયારને ટ્રાયલને દેખાડવામાં આવી રહ્યો છે. જેમાં જણાવ્યું કે, એક લાલ રંગનું પ્લેન છે, જેને ટ્રેક કરીને મિસાઇલ પર હુમલો કરી દે છે.
- Advertisement -
આ નવી એર ડિફેન્સ સિસ્ટમ આઠ પૈડાવાળી ટ્રક પર સરળતાથી લોડ કરી શકાય છે. જેમાં મિસાઇલ લોન્ચર, રડાર, કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ હોય છે. આ સિવાય સર્વિલાંસ અને ટારગેટ એક્વીઝીશનની ટેકનિક લાગેલી હોય છે. ઇઝરાયલની સેનાએ આ ટ્રાયલ કોઇ અજામી જગ્યાએ કર્યુ છે. જેના વિશે કોઇ માહિતી શેર કરી નથી.
હળવી, ખતરનાક અને સચોટ નિશાન માટે પરફેક્ટ હથિયાર
સ્પાઇડર મિસાઇલ સિસ્ટમ બીજા એર ડિફેન્સ સિસ્ટમની તુલનામાં હળવી, ખતરનાક અને સચોટ નિશાન લગાવે છે. સ્પાઇડરના બે વેરિયન્ટ છે. આ સ્પાઇડર-એસઆર એઠલે કે સ્પાઇઢર શોર્ટ રેન્જ બીજા સ્પાઇડર -એસઆર એટલે કે મીડિયમ રેન્જ છે. આ બંન્ને દરેક મોસમમાં કામ કરી શકે છે. સ્પાઇડરમાં બે વજનની મિસાઇલ હોય છે.
- Advertisement -
આટલું વજન અને વિઝન છે
સ્પાઇડર પાઇથન-5નું વજન 105 કિગ્રા છે, જ્યારે ડર્બીનું વજન 118 કિગ્રા છે. પાઇથન 10.2 ફિટ લાંબી છે. જ્યારે ડર્બી 11.11 ફિટની છે. બંન્નેનો વ્યાસ 6.3 ઇંચ છે. પાઇથન 11 કિગ્રા અને ડર્બી 23 કિગ્રાના વોરહેડ લઇ શકે છે. બંન્ને મિસાઇલોમાં વિગન્સ હોય છે. જેને સ્પૈન 2.1 ફિટ હોય છે. પાઇથનની રેન્જ 20 કિમીની છે. જયારે ડર્બીની 50 કિમી છે. પાઇથન 30,000 ની ઉંચાઇ સુધી જઇ શકે છે. જ્યારે, ડર્બી 52,000 ફિટની ઉંચાઇ સુધી જઇ શકે છે.
આની સ્પીડ સૌથી ખતરનાક છે. જે મૈક 4 એટલે કે અવાજની ગતિથી પણ ચાર ગણી ઝડપથી ઉડે છે. આ મિસાઇલ 4900 કિમી/પ્રતિ કલાકની સ્પીડથી ટારગેટ તરફ વધે છે. બંન્ને મિસાઇલ ટારગેટને લોક કર્યા પછી માર ચલાવે છે. આ ત્યાં સુધી પીછો નથી છોડતી, જ્યાં સુધી તેના ટાર્ગેટનો નાશ ના કરી દે. એટલે કે ટાર્ગેટ સેટ કરો અને ભૂલી જાઓ.