નકલી કંપની બનાવી, પેજરમાં 50 ગ્રામ વિસ્ફોટક રાખ્યા, રિમોટ વડે બ્લાસ્ટ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ લેબનોન, તા.21
17 સપ્ટેમ્બરે લેબનોનમાં પેજરમાં વિસ્ફોટ થયા હતા. હિઝબુલ્લાએ આ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું. હવે અમેરિકન ગુપ્તચર સૂત્રોએ એબીસી ન્યૂઝને પણ જણાવ્યું છે કે આ પેજર બનાવવામાં ઈઝરાયેલનો હાથ હતો.
- Advertisement -
તે છેલ્લા 15 વર્ષથી આ પ્લાન કરી રહ્યું હતું. હુમલાના પ્લાનિંગમાં શેલ કંપનીઓ સામેલ હતી. વિવિધ સ્તરે ઇઝરાયેલના ગુપ્તચર અધિકારીઓ આ યોજનાને આગળ ધપાવતા હતા. ઇન્ટેલિજન્સ અધિકારીઓએ એક કંપની બનાવી હતી જે રેકોર્ડ મુજબ લાંબા સમયથી પેજરનું ઉત્પાદન કરતી હતી.
કંપનીમાં કેટલાક એવા લોકો હતા જેમને આ ષડયંત્ર વિશે કોઈ જાણકારી નહોતી. સૂત્રોએ જણાવ્યું કે પેજરમાં 25-50 ગ્રામ વિસ્ફોટક મૂકવામાં આવ્યા હતા. તેને ટ્રિગર કરવા માટે તેને રિમોટ સાથે પણ જોડવામાં આવ્યા હતા.
જે પેજર્સમાં વિસ્ફોટ થયા હતા તે હિઝબુલ્લાએ લગભગ 5 મહિના પહેલા ખરીદ્યા હતા. તે જ સમયે, અન્ય સંચાર ઉપકરણ, વોકી-ટોકી, પણ ખરીદવામાં આવ્યા હતા, જેમાં 18 સપ્ટેમ્બરના રોજ વિસ્ફોટ થયા હતુા. 19 સપ્ટેમ્બરે પોતાના ભાષણમાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહે કહ્યું હતું કે સંગઠનના ટોચના નેતાઓ પાસે જૂના પેજર છે. તેમની પાસે એ નવા ઉપકરણો ન હતા કે જેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
નસરાલ્લાહે કહ્યું હતું કે ઇઝરાયેલ પેજર દ્વારા હિઝબુલ્લાહના 5 હજાર સભ્યોને મારવા માંગતું હતું. તેઓ પહેલાથી જ જાણતા હતા કે હિઝબુલ્લાહ આ ઉપકરણોનો ઉપયોગ કરે છે. રિપોર્ટ અનુસાર, અમેરિકન ગુપ્તચર એજન્સી ઈઈંઅ લાંબા સમયથી આ પ્રકારના ઓપરેશનને ટાળી રહી છે, કારણ કે તેનાથી મોટા પાયે નાગરિકોના જીવને જોખમ થઈ શકે છે.
પ્રારંભિક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે લેબનોનમાં વિસ્ફોટ થયેલા પેજર્સ હંગેરિયન કંપની ઇઅઈ ક્ધસલ્ટિંગ દ્વારા તાઈવાનની કંપની ગોલ્ડ એપોલો સાથેના કરાર હેઠળ બનાવવામાં આવ્યા હતા. જો કે, હંગેરિયન સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પેજર બનાવતી કંપનીની દેશમાં કોઈ ફેક્ટરી નથી અને ન તો આ પેજર હંગેરીમાં બનાવવામાં આવ્યા હતા. આ પહેલા બ્રિટિશ ન્યૂઝ એજન્સી રોઈટર્સે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદે હિઝબુલ્લાહના 5 હજાર પેજરમાં વિસ્ફોટકો લગાવ્યા હતા.
- Advertisement -
આ પેજર્સ કોડની મદદથી કામ કરે છે. તેઓને આ વર્ષની શરૂૂઆતમાં લેબનોન મોકલવામાં આવ્યા હતા. સૂત્રએ કહ્યું હતું કે પેજરની અંદર વિસ્ફોટકને શોધવું ખૂબ મુશ્ર્કેલ હતું. તે કોઈપણ ઉપકરણ અથવા સ્કેનર દ્વારા શોધી શકાયું નથી.
17 સપ્ટેમ્બરના રોજ, આ પેજર્સ પર એક સંદેશ આવ્યો જેણે વિસ્ફોટક સક્રિય કર્યું. આ હુમલામાં 12 લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં હિઝબુલ્લાહના 8 સભ્યો અને 2 બાળકોનો સમાવેશ થાય છે.
આ હુમલામાં લેબનોનમાં ઈરાનના રાજદૂત સહિત 3000થી વધુ લોકો ઘાયલ થયા છે.