હમાસ સાથે યુદ્ધ વચ્ચે ઈઝરાયલના કૃત્યથી WHO પ્રમુખ ગુસ્સે થયા, અનેક લોકોના જીવ જોખમમાં
ખાસ-ખબર સંવાદદાતા
ઈઝરાયલ પર 7 ઓક્ટોબરે થયેલા હમાસના આતંકી હુમલા બાદથી યુદ્ધની સ્થિતિ હજુ યથાવત્ છે. બે મહિનાથી વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી યુદ્ધ અટકવાનું નામ લઈ રહ્યું નથી. દરમિયાન વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન (ઠઇંઘ) ઈઝરાયલની આ હરકતથી અકળાયું હતું અને તેણે ચેતવણી પણ ઉચ્ચારી હતી. ઠઇંઘએ ઈઝરાયલ પર આરોપ મૂક્યો છે કે તેના દ્વારા લાંબી ચલાવાતી તપાસને કારણે ગાઝામાં એક ઘાયલ દર્દીને સમયસર સારવાર મળી શકી નહોતી જેના લીધે તે મૃત્યુ પામી ગયો. ઠઇંઘ પ્રમુખ ટેડ્રોસ અદનહોમ ગ્રેબેસિયસે ઈઝરાયલ પર સ્વાસ્થ્યકર્મીઓને કસ્ટડીમાં લઈને અને સહાય સામગ્રી ધરાવતા ટ્રકો પર હુમલો કરીને ગાઝામાં સ્વાસ્થ્ય અને બચાવ મિશનમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કૃત્યને લીધે ઘાયલ દર્દીનું મોત નીપજ્યું હતું.
- Advertisement -