ગુજરાત ATSએ પોરબંદરમાં મોટું ઓપરેશન હાથ ધરી ISIS મોડ્યુલ સાથે સંકળાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. ATSની ટીમ છેલ્લા ઘણા સમયથી આ તમામની ઉપર નજર રાખી રહી હતી.
ગુજરાતમાં ફરી આતંકવાદી સંગઠન ISIS મોડ્યુલનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATSએ મોટું ઓપરેશન હાથ ધરી ISIS મોડ્યુલ સાથે સંકળાયેલા 4 લોકોની ધરપકડ છે. ગુજરાત ATSએ પોરબંદરથી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે એક મહિલાની સુરતથી અટકાયત કરવામાં આવી છે. ATS હજુ પણ એક વ્યક્તિની શોધખોળ કરી રહી છે. મળતી માહિતી અનુસાર, ઝડપાયેલા લોકો એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા, આ ચારેય ISISના સભ્યો છે.
- Advertisement -
ગુપ્ત માહિતીના આધારે હાથ ધર્યું હતું ઓપરેશન
મળતી માહિતી અનુસાર, ગુપ્ત માહિતીના આધારે ગુજરાત ATS દ્વારા એક મોટું આપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાત ATSએ પોરબંદર, કચ્છ અને સુરતમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન ISIS કનેક્શન સામે આવ્યું હતું. ATS છેલ્લા ઘણા સમયથી આ તમામની ઓળખ કરીને નજર રાખતું હતું. ગુજરાત ATS છેલ્લા 8 મહિનાથી શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખી રહ્યું હતું.
ATSની ટીમે પોરબંદરમાં નાખ્યા હતા ધામા
ગઈકાલ સવારથી ગુજરાત ATSના DIG દીપેન ભદ્રન અને DCP સુનિલ જોશી સહિત ATSની ટીમે પોરબંદરમાં ધામા નાખ્યા હતા. જે બાદ ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરમાં દરોડા પાડીને ત્રણ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્રણેયની પૂછપરછમાં મહિલાના નામનો ખુલાસો થયો હતો.
એક મહિલાની સુરતથી અટકાયત
જે બાદ ATSએ સુમેરા નામની મહિલાની સુરતથી અટકાયત કરી છે. આ શખ્સો આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે સાંઠગાઠ ધરાવતા હોવાનું ખુલ્યુ છે છાપામારી દરમિયાન અનેક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. ઝડપેલા લોકો દેશ છોડીને ભાગવાની ફિરાકમાં હતા. આજે ATS અથવા ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર ઓપરેશન અંગે કરી જાહેરાત શકે છે.