આતંકીઓને મેસેજ મોકલવા માટે યુવતીઓનો ઉપયોગ કરાય છે; સંદેશ આપ-લેમાં ટેકનોલોજીનો ઉપયોગ ઘટાડ્યો છે
ખાસ-ખબર સંવાદદાતા
જમ્મુ અને કાશ્મીરમાં એક્ટિવ આતંકવાદી સંગઠનોએ તેમના ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (ઘૠઠ) તરીકે મહિલાઓ, છોકરીઓ અને નાના બાળકોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. તેઓ તેમની પાસે હથિયારો, સંદેશાઓ અને ડ્રગ્સની સપ્લાય કરાવી રહ્યા છે. ચિનાર કોપ્ર્સના લેફ્ટનન્ટ જનરલ અમરદીપ સિંહ ઔજલાએ આ માહિતી આપી હતી.
- Advertisement -
લેફ્ટનન્ટ જનરલ ઔજલાએ કહ્યું કે હાલના સમયમાં ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા દળોએ આતંકવાદીઓના સ્લીપર સેલ સામે ઝડપી કાર્યવાહી કરી છે. આ પછી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઈંજઈં અને સરહદ પાર બેઠેલા આતંકવાદી સંગઠનોએ મહિલાઓ અને બાળકોને આતંકી પ્રવૃત્તિ માટે સોફ્ટ ટાર્ગેટ બનાવ્યા છે. લેફ્ટનન્ટ જનરલ ઔજલાએ કહ્યું કે સેનાએ આવા કેટલાક કેસ શોધી કાઢ્યા છે. નિયંત્રણ રેખા (કજ્ઞઈ)ની પાર બેઠેલા લોકો વર્તમાન પરિસ્થિતિને ડહોંળવાનું ષડયંત્ર રચવામાં વ્યસ્ત છે.
આતંકવાદીઓની યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા દળોએ વધુ સતર્ક રહેવાની જરૂર છે.લેફ્ટનન્ટ જનરલ ઔજલાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં કહ્યું – આતંકવાદીઓએ આતંકવાદી પ્રવૃત્તીઓ માટે ટેક્ધિટ એટલે કે ટેકનિકલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ ઘટાડી દીધો છે. એટલે કે તેઓ હવે વાત કરવા કે મેસેજ મોકલવા માટે મોબાઈલ જેવા સાધનોનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે. તેઓ હવે પરંપરાગત માધ્યમોનો ઉપયોગ વધારી રહ્યા છે. અમે સરકાર અને વહીવટીતંત્રના સહયોગથી આના પર કામ કરી રહ્યા છીએ. લોકોને જાગૃત કરવા માટે સેના ’સહી રાસ્તા’ કાર્યક્રમ ચલાવી રહી છે. જેમાં બાળકો અને મહિલાઓને તેના નુકસાન વિશે જણાવવામાં આવી રહ્યું છે.
છેલ્લા 33 વર્ષમાં આતંકવાદીઓની સંખ્યા સૌથી ઓછી
લેફ્ટનન્ટ જનરલ ઔજલાએ કહ્યું- તાજેતરના સમયમાં ઈન્ટેલિજન્સ આધારિત ઓપરેશનોએ આતંકવાદીઓને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. આમાંથી મોટાભાગના કાં તો ખીણમાંથી બહાર નીકળી ગયા છે અથવા શાંત થઈ ગયા છે. આતંકવાદનું અદ્રશ્ય સ્વરૂપ ચિંતાનું કારણ છે અને અમે આ દિશામાં કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે સ્થાનિક કે વિદેશી આતંકવાદીઓની ચોક્કસ સંખ્યા જણાવવી મુશ્કેલ છે, પરંતુ અનુમાન મુજબ, તે ચોક્કસપણે છેલ્લા 33 વર્ષમાં સૌથી ઓછી છે.