ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનું પ્રસિદ્ધ અને પિકનિક સ્થળ એવા ઈશ્ર્વરીયા પાર્કમાં સહેલાણીઓની સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. પ્રકૃતિથી ભરપૂર નયનરમ્ય ઈશ્ર્વરીયા પાર્કમાં સાતમ-આઠમ હોય કે પછી રજા હોય ત્યારે રાજકોટીયન્સ અચૂક આ ઈશ્ર્વરીયા પાર્કની મુલાકાત લેતાં હોય છે. ઈશ્ર્વરીયા પાર્કમાં ટૂંક સમયમાં સહેલાણીઓ માટે હિંચકા, બોટીંગ, ફૂડકોટ, પાર્ટી પ્લોટની પણ સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. આમ બોટીંગની મજા સાથે બીજી ઘણી બધી સુવિધાઓના લાભ મળશે. સહેલાણીઓ માટે બોટીંગની સુવિધા તો છે જ સાથે અન્ય સુવિધાઓનો પણ લાભ રાજકોટના લોકોને મળશે. એક જ સ્થળેથી ખાવા-પીવાનો પણ આનંદ હવે ઈશ્ર્વરીયા પાર્કમાં માણી શકાશે.