હાલ અંબાની પરિવાર અનંત અને રાધિકાના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાની અને રાધિકા મર્ચન્ટ જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યા છે. મહિનાઓ પહેલા લગ્નની તૈયારીઓ શરૂ થઈ ચુકી હતી, અને હજુ સુધી તેની ચર્ચાઓ ચાલી રહી છે.
લગ્ન પહેલા જ ધૂમધામ શરૂ થઈ ગઈ છે. અનંત અને રાધિકા માટે માત્ર એક નહીં, પણ બે પ્રી-વેડિંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું – એક જામનગરમાં અને બીજું વિદેશમાં. સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે. આ સમારોહની તસવીરો અને વીડિયો સતત વાઈરલ થઈ રહ્યા છે.
- Advertisement -
ઈશા અંબાણીનો અનોખો અંદાજ
અનંત અંબાની અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સમારોહની ચર્ચા, વચ્ચે સોશિયલ મીડિયા પર ઈશા અંબાનીનો એક વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેનો એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. વીડીયોમાં તે મસ્તીના મૂડમાં નજર આવી રહી છે.
View this post on Instagram- Advertisement -
વીડિયોમાં ઈશા અંબાણીની તેની ગર્લ ગેંગ સાથે દેખાઈ રહી છે. તે ઘણા મસ્તીના મૂડમાં દેખાઈ રહી છે. આ વીડિયો કોઈ પાર્ટીનો છે જ્યાં એ તેના મિત્રો સાથે જબરદસ્ત એન્જોય કરી રહી છે. તે બોલિવૂડ સ્ટાઈલમાં ઝૂમતી દેખાઈ રહી છે. આ દરમિયાન તે બ્લેક ટી-શર્ટ અને બ્લુ જીન્સમાં દેખાઈ રહી છે. વીડિયોમાં ઈશા અંબાની સાથે તાન્ય શ્રોફ, આકાંશા ગુપ્તા પણ દેખાઈ રહી છે. વીડિયોમાં લોકો ચમકતા કપડામાં દેખાઈ રહી છે તો ઈશા ઘણી સિમ્પલ દેખાઈ રહી છે.
ભાઈના પ્રી-વેડિંગમાં પણ છવાઈ ઈશા
અનંત અંબાનીના પ્રી-વેડિંગ સમારોહમાં ઈશા અંબાણીની ખૂબ જ ચર્ચા રહી. તેને ઘણા સ્ટાઇલીશ કપડામાં જોવામાં આવી. જણાવી દઈએ કે ઇશા અંબાણીના લગ્ન આણંદ પરિમલ સાથે થયા છે અને તેને બે જુડવા બાળકો પણ છે.
લગ્ન થશે 12 જુલાઈએ
અનંત અંબાની અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સમારોહ ભલે ખતમ થઈ ગયા હોય, પણ તેની ચર્ચાઓ હજુ પણ ચાલુ છે. અનંત અંબાની અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈએ જિયો વર્લ્ડ કન્વેન્શનમાં થશે. લગ્નનો પ્રસંગ પણ ભવ્ય હશે અને ત્રણ દિવસો સુધી ચાલશે.