ટર્કીનો આ સુસાઇડ બૉમ્બર ટેલિગ્રામ દ્વારા આતંકવાદી સંગઠન સાથે જોડાયો હતો
રશિયાની ફેડરલ સિક્યોરિટી સર્વિસ (એફએસબી) એ કહ્યું હતું કે ભારતમાં આતંકી હુમલાનું ષડયંત્ર રચતા ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના સુસાઇડ બૉમ્બરની અટકાયત કરી હોવાનું મીડિયામાં જણાવાયું છે. રશિયાએ ઇસ્લામિક સ્ટેટના એક આતંકીની ધરપકડ કરી હતી. તે આતંકી ભારત આવીને સત્તારુઢ ભાજપના મોટા નેતાને આત્મઘાતી બેમ્બ હુમલામાં મારી નાખવાનું કાવતરૂ ઘડી રહ્યો હતો. તે ભારતમાં પયગમ્બર સાહેબ વિરૂદ્ધની ટિપ્પણીનો બદલો લેવા માગતો હતો.
- Advertisement -
એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, એક નિવેદનમાં એફએસબીએ કહ્યું હતું કે આઇએસનો આતંકવાદી ભારતના ટોચના નેતાઓ પર હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યો હતો. નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે સુસાઇડ બૉમ્બરની ઓળખ મધ્ય એશિયન પ્રદેશના રહેવાસી તરીકે કરાઈ છે, જે ભારત શાસક પક્ષ બીજેપીના એક નેતાને આત્મઘાતી હુમલા દ્વારા ઉડાવી દઈને આતંકી કૃત્ય કરવાની યોજના ધરાવતો હતો. એફએસબીએ એવો દાવો કર્યો હતો કે આ આતંકીની ભરતી ચાલુ વર્ષે ટર્કીમાં એક આઇએસ નેતા દ્વારા કરવામાં આવી હતી. તેણે એપ્રિલથી જૂન દરમ્યાન ત્યાં આતંકવાદની તાલીમ પણ લીધી હતી. પહેલાં તેને રશિયા મોકલવામાં આવ્યો હતો, ત્યાં તેને ભારતમાં મોકલવાની તૈયારીઓ ચાલુ રહી હતી.
તે ટેલિગ્રામ દ્વારા આઇએસ સાથે સંકળાયો હતો. ત્યાર બાદ તેણે આઇએસઆઇએસ પ્રત્યેની નિષ્ઠાનાં સોંગધ પણ લીધાં હતાં.