દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ થયા હતા, જેના કારણે હડકંપ મચી ગયો. અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 2 ઘાના, એક બાંગ્લાદેશી અને એક ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે. સુરક્ષા પ્રોટોકોલ મુજબ ઘટના પછી તરત જ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે હવાઈ ટ્રાફિક પર કોઈ નકારાત્મક અસર પડી નથી અને હવાઈ ટ્રાફિક સામાન્ય રીતે કાર્યરત છે.
- Advertisement -
દુબઈ મીડિયા ઓફિસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે થોડા સમય પહેલા દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DXB) નજીક બે ડ્રોન ક્રેશ થયા હતા, જેમાં બે ઘાનાના અને એક બાંગ્લાદેશી નાગરિક અને એક ભારતીય નાગરિકને નાની ઈજાઓ થઈ હતી. હવાઈ ટ્રાફિક સામાન્ય રીતે કાર્યરત છે.’




