ઇરાને પાકિસ્તાની બોર્ડરમાં ઘુસીને ફરી એકવાર હુમલો કર્યો છે. ઇરાની મીડિયાના જણાવ્યા અનુસાર, હવે ફરી ઇરાને જમીન પર હુમલો કર્યો છે અને આતંકી સંગઠન જૈશ-એલ-એદલના મુખ્ય કમાન્ડરને ઠાર માર્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા દિવસોમાં ઇરાને પાકિસ્તાનની સીમામાં હવાઇ હુમલો કર્યો હતો, ત્યાર પછી પાકિસ્તાનને પણ ઇરાનની સામે વળતો હુમલો કર્યો હતો. જેનાથી બંન્ને દેશોમાં તણાવ વધી ગયો હતો.
જૈશ-અલ-અદલના મુખ્ય કમાન્ડરને ઠાર માર્યો
ઇરાનની સેનાએ પાકિસ્તાનની સીમામાં ઘુસીને સુનિયોજીત રીતથી આતંકી સંગઠન જૈશ-અલ-અદલના મુખ્ય કમાન્ડર ઇસ્માઇલ શાહ બખ્શ અને તેમના કેટલાય બીજા સહયોગીઓને ઠાર માર્યા છે. જૈશ-અલગ-અદલની સ્થાપના વર્ષ 2012માં થઇ હતી, આ એક સુન્ની સંગઠન છે, જે ઇરાનના દક્ષિણ પૂર્વી પ્રાંત સિસ્તાન-બલુચિસ્તાનથી સંચાલિત કરે છે. આ સંગઠનને ઇરાનની સરકાર આતંકી સંગઠન માને છે. ઇરાનમાં થયેલા કેટલાય હુમલામાં આ સંગઠનનો હાથ હોવાનું માનવામાં આવે છે. ગયા વર્ષ ડિસેમ્બરમાં સિસ્તાન બલૂચિસ્તાન પ્રાંતમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો થયો હતો. આ હુમલામાં 11 પોલીસ ઓફિસરની મૃત્યુ થઇ હતી. આ હુમલાની પાછળ પણ જૈશ-અલ-અદલનો હાથ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
- Advertisement -
ઇરાનમાં થયેલા કેટલાય હુમલાનો આરોપ જૈશ-એલ-અદલ પર
મીડિયા રિપોર્ટસ અનુસાર, ઇરાનની સેના ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોપ્સ દ્વારા સીરિયાીમાં કરવામાં આવેલા હુમલા અને સિસ્તાન બલુચિસ્તાન પ્રાંતમાં ઇરાનની સેના દ્વારા સુન્નિઓ પર કરવામાં આવી રહેલી કથિત સતામણી સામે જૈશ-અલ-અદલની રચના કરવામાં આવી રહી છે. જૈશ-અલ-અદલ ઇરાનમાં સુન્નિઓ માટે સિસ્તાન બલૂચિસ્તાન પ્રાંતને આઝાદ કરવા ઇચ્છે છે, જેથી ત્યાં બલોચ લોકોને વધારે અધિકાર મળી શકે.