-CISF જે દેશના એરપોર્ટ, દિલ્હી મેટ્રો, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતની સિક્યોરિટી સંભાળે છે તેને મળ્યા પ્રથમ મહિલા ડીજી ઓફિસર
નીના સિંહ રાજસ્થાનના પ્રથમ મહિલા ડીજી બન્યા હતા, આ ઉપરાંત તેમણે શીના બોહરા મર્ડર કેસ અને અભિનેત્રી જીયા ખાન આત્મહત્યા કેસ પણ સંભાળ્યો હતો
- Advertisement -
રાજસ્થાન કેડરના 1989 બેચના IPS અધિકારી નીના સિંહને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેમને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. હાલમાં તેઓ CISFમાં સ્પેશિયલ ડાયરેક્ટર જનરલના પદ પર કામ કરી રહ્યા છે. ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર, CISFવડા શીલ વર્ધન સિંહની નિવૃત્તિને ધ્યાનમાં રાખીને, તેમને CISF મહાનિર્દેશકનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
નીના સિંહ હાલમાં દિલ્હીમાં સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના મુખ્યાલયમાં વિશેષ મહાનિર્દેશક (DG) તરીકે તૈનાત છે. અગાઉ, 1986 બેચના ભારતીય પોલીસ સેવા (IPS) બિહાર કેડરના અધિકારી શીલ વર્ધન સિંહને નવેમ્બર 2021 માં CISFDG નિયુક્ત કરવામાં આવ્યા હતા.
Centre appoints 1989-batch IPS officer Nina Singh as Director General of Central Industrial Security Force (CISF) up to July 31, 2024, the date of his superannuation, or till further orders, whichever is earlier. She is presently working as Special Director General, CISF:…
- Advertisement -
— ANI (@ANI) December 28, 2023
કેન્દ્રએ 1988-બેચના IPS અધિકારી અનીશ દયાલ સિંહને 31 ડિસેમ્બર, 2024 ના રોજ તેમની નિવૃત્તિ સુધી અથવા આગળના આદેશ સુધી કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત, કેન્દ્રએ 1989-બેચના IPS અધિકારી રાહુલ રસગોત્રાને તેમની નિવૃત્તિ તારીખ 30 સપ્ટેમ્બર, 2025 સુધી અથવા આગળના આદેશો સુધી ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) ના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કર્યા છે.
Centre appoints 1989-batch IPS officer Rahul Rasgotra as Director General of Indo-Tibetan Border Police up to September 30, 2025, the date of his superannuation, or till further orders, whichever is earlier. He is presently working as Special Director, lB: Ministry of Personnel,…
— ANI (@ANI) December 28, 2023
કોણ છે નીના સિંહ?
નીના સિંહ મૂળ બિહારના પટનાની છે અને રાજસ્થાન કેડરની આઈપીએસ અધિકારી છે. તે અગાઉ રાજસ્થાનના ડીજી પણ રહી ચૂક્યા છે. આ પહેલા તે કેન્દ્ર સરકારમાં પણ રહી ચૂકી છે. નીના સિંહ એક કુશળ પોલીસ ઓફિસર તરીકે ઓળખાય છે. તેઓ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)માં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. તેના પતિ રોહિત કુમાર રાજસ્થાન કેડરના IAS અધિકારી છે.
તેણે શીના બોરા મર્ડર કેસ અને જિયા ખાન આત્મહત્યા કેસ જેવા હાઈ-પ્રોફાઈલ કેસ પણ સંભાળ્યા હતા. વર્ષ 2020 માં, તેમને વ્યાવસાયિક શ્રેષ્ઠતા માટે અતિ ઉત્કૃષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.