- પહેલી મેચની રસાકસીમાં ગ્લેમરની ચમક ઉમેરાશે: પ્રેક્ષકો ઝુમી ઉઠશે
આગામી તા.31 મી માર્ચથી આઈપીએલ નવી એડીશનની શરૂઆત અમદાવાદ ખાતે થઈ રહી છે.આઈપીએલ પ્રથમ મેચના શુભારંભ સાથે બોલિવુડનાં ફેમસ ગીતો પર અભિનેત્રીઓ ઓપનીંગ સેરેમનીમાં ચાર ચાંદ લગાવશે.
અમદાવાદ ખાતે તા.31 મી માર્ચે આઈપીએલ ઓપનીંગ સેરેમનીમાં ‘પુષ્પા’ફિલ્મના ગીત ‘સામી સામી’થી જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાની સાથે તમન્ના ભાટીયા પરર્ફોમ કરી પ્રેક્ષકોને ડોલાવશે. આઈપીએલની પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કીંગ વચ્ચેની મેચથી આઈપીએલ-2023 ના શુભારંભ સાથે ગ્લેમરની ચમક ઉમેરાશે.
- Advertisement -
આ પ્રથમ મેચની તમામ ટિકીટ વેચાઈ ચુકી છે. પ્રેક્ષકોથી ફૂલ એવા સ્ટેડીયમની ઓપનીંગ સેરેમનીમાં બોલીવુડ સેલીબ્રીટી રશ્મિકા મંદાનાની સાથે તમન્ના ભાટીયાના પરફોર્મન્સ નિહાળવાનો લ્હાવો ક્રિકેટ રસીકોને મળશે.