IPL 2025માં 23 માર્ચે CSK અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. આ મેચની ટિકિટ આજથી લાઇવ થઈ ગઈ છે. ટિકિટ ક્યાં અને કેટલા ભાવે વેચાઈ રહી છે.
આજથી લાઇવ થઈ રહી છે મેચની ટિકિટ
- Advertisement -
23 માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ મેચની ટિકિટ આજે સવારે 10:15 વાગ્યાથી લાઈવ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, મેચની ટિકિટો ટૂંક સમયમાં વેચાઈ જવાની ધારણા છે કારણ કે બંને ટીમોના ચાહકો મોટી સંખ્યામાં છે અને ટિકિટ ખરીદવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ટિકિટના ભાવ
- ટાવર C/D/E (લોઅર) – 1,700 રૂપિયા
- ટાવર I/J/K (અપર) – 2,500 રૂપિયા
- ટાવર C/D/E (અપર) – 3,500 રૂપિયા
- ટાવર I/J/K (લોઅર) – 4,000 રૂપિયા
- ટાવર કેએમકે (ટેરેસ) – 7,500 રૂપિયા
ક્યાંથી બુક કરાવી શકાય ટિકિટ?
- Advertisement -
જો સ્ટેડિયમમાં બેસીને CSK અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ જોવી હોય તો chennaisuperkings.com પર લોગ ઇન કરીને ટિકિટ બુક કરી શકાય છે. ટિકિટ ખરીદવા માટે સ્ટેડિયમની બહાર લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે.
પહેલી મેચમાં નહીં રમે હાર્દિક પંડ્યા
આઈપીએલ 2025 સીઝન-18 ની પોતાની પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા રમશે નહીં. ગયા સિઝનમાં કરેલી ભૂલને કારણે તેના પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે પહેલી મેચમાં કયો ખેલાડી મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન બનશે?