યોગી સરકારનો નિર્ણય : VVIP સુરક્ષાને ધ્યાને રાખીને આમંત્રિતો સિવાય કોઈને નહીં રહેવા દેવાય
ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન અને અભિષેકને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં ઉદ્ઘાટનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સરકારે આજે મોટો નિર્ણય કર્યો છે.રાજ્ય સરકારે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં તમામ હોટલ અને ધર્મશાળાઓનું પ્રી-બુકિંગ રદ કરી દીધું છે. ટટઈંઙ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી અનુસાર, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 22 જાન્યુઆરીએ હોટેલો અને ધર્મશાળાઓમાં પહેલાથી જ કરાયેલી બુકિંગ રદ કરવામાં આવ્યા છે. આજે સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે. 22 જાન્યુઆરીએ લોકોએ અયોધ્યામાં મોટી સંખ્યામાં હોટલ બુક કરાવી લીધી હતી. ટટઈંઙ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ બુકિંગ રદ કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ફક્ત તે જ લોકો રહી શકશે જેમની પાસે ડ્યુટી પાસ અથવા શ્રી રામ તીર્થ ટ્રસ્ટ તરફથી આમંત્રણ પત્ર આપવામાં આવ્યું હશે. આ નિર્ણય અંગે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે કેટલાક લોકોએ સ્થાનિક હોટલ અને ધર્મશાળાઓ બુક કરાવી છે. તેમણે નિર્દેશ આપ્યો કે આને રદ કરવામાં આવે જેથી સરકાર અને પ્રશાસનમાં કોઈ મુશ્કેલી ન આવે, કારણ કે તે દિવસે ભારતથી વિશેષ આમંત્રિતો અયોધ્યા આવશે અને અયોધ્યા એરપોર્ટ પર 100 વિમાનો આવવાની સંભાવના છે, તેના ડાયવર્ઝનની વ્યવસ્થા પણ કરવામાં આવશે.