મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી સુધી પહોચેલી ફરિયાદને લીધે કેન્દ્રની ટીમ સતર્ક થઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના કુલ ત્રણ સ્થળો પર ગત તારીખ 13 સપ્ટેમ્બરના રોજ શનિવારે મોડી સાંજે ગાંધીનગરની કથિત સીઆઈડી ટીમના દરોડા થયા હતા પરંતુ દરોડામાં કોઈ કાર્યવાહી થઈ નથી જેને લઇ આ કથિત ટીમ તોડ કરી ગઈ હોવાની ભારે ચર્ચા જાગી હતી. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને મોરબીના સામખીયારી તથા હળવદ ખાતે ત્રાટકેલી કથિત ટીન દ્વારા હળવદના કોયબા ગામે આવેલ એક ઉધોગમાં દરોડો કરી કલાકો સુધી સર્ચ હાથ ધર્યું હતું. જ્યારે કહેવાય છે કે કોયબા ગામનો આ ઉધોગ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાન કોઈ સગાંઓ છે જેને લીધે કથિત ટીમના દરોડા બાદ ધારાસભ્યને જાણ થયા તેઓ દ્વારા ટીમને ભાલમાં પણ કરી હતી આ તરફ પોતાની મનછા પાર પાડવા નીકળેલી ગાંધીનગરની કથિત સીઆઈડીની બે ટીમોમાંથી એક ટીમના કેટલાક સભ્યોને ધ્રાંગધ્રા ખાતે જીઆઈડીસીમાં અને મોરબીના સામખીયારી ખાતે મોકલી તપાસ હાથ ધરી હતી જે બાદ કોયબા ગામે ઉધોગમાં કલાકો સર્ચ હાથ ધરી મોટો તગડો તોડ કર્યો હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. આ તરફ મોદી રાત્રે પરત ફરી ચૂકેલી ટીમ દ્વારા તોડ કર્યો હોવાની વાત ધારાસભ્યને થતા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને ફરિયાદ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે પરંતુ આ ટીમ ક્યાંથી આવી ? ક્યાં વિભાગની ટીમ હતી ? અને તેના અધિકારી કોણ હતા ? તે અંગેની વિગત હજુ સુધી સામે આવી નથી પરંતુ ધ્રાંગધ્રા જીઆઇડીસી ખાતે આવેલા ટીમના ત્રણેક સભ્યોમાં એક અધિકારી “રાઠોડ” અને તેના કર્મચારી “રવિ” હોવાનું એકબીજાના સંબોધનમાં સામે આવ્યું છે જ્યારે અહીં આવેલી ટીમના સભ્યો જે સરકારી બોલેરો કારમાં આવ્યા હતા તેના નંબર પ્લેટ પરથી એસઆરપી ગ્રુપની બોલેરો કાર હોવાની પણ વિગત મળી છે જે અંગે હવે ઉચ્ચકક્ષાએ ફરિયાદો થતા કેન્દ્રની એક ઇન્વેસ્ટિગેશન ટીમ પણ સતર્ક થઈ છે અને આ આખાય મામલામાં તપાસ હાથ ધરવા માટે ગુપ્ત રીતે કામગીરી શરૂ કરી હોવાની વાત સામે આવી છે.