રાજકોટ ઝવેરીઓ ઉપર IT રેડમાં ચોંકાવનારી હકિકતો સામે આવી
બે હજારની નોટ પરત ખેંચવામાં આવ્યા બાદ મોટા વ્યવહાર થયાનું ખુલ્યું
- Advertisement -
શિલ્પા જ્વેલર્સના જમીનના સોદાની વિગતો પણ આઇટીને હાથ લાગી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ઝવેરીઓ ઉપર આઇટી રેડના મામલે ચોંકાવનારી હકિકતો સામે આવી રહી છે. જેમાં રાધિકા, શિલ્પા અને જેપી જ્વેલર્સના સતત ત્રીજા દિવસે પણ આઇટી ઓપરેશન યથાવત છે. રાધિકામાંથી રૂપિયા 2 કરોડ રોકડા, જમીનના મોટા સોદાની વિગતો સામે આવી છે.
શિલ્પા જ્વેલર્સના જમીનના સોદાની વિગતો પણ આઇટીને હાથ લાગી છે. તેમજ બે હજારની નોટ પરત ખેંચવામાં આવ્યા બાદ મોટા વ્યવહાર થયાનું ખુલ્યુ છે. સ્ટોક વેલ્યુર દ્વારા આકારણી કર્યા બાદ વધુ વિગતો સામે આવશે. તેમજ લોકર અને અન્ય દસ્તાવેજી સાહિત્ય અંગે પણ ખુલાસો થશે. રાજકોટમાં જ્વેલર્સ ગ્રુપ પર ઈંઝનું મેગા સર્ચ યથાવત છે.
- Advertisement -
સતત ત્રીજા દિવસે આવકવેરા વિભાગનું સર્ચ શરૂ રહેતા મોટા કૌભાંડની આશંકા સેવાઇ રહી છે.
રાધિકા, શિલ્પા, જેપી જ્વેલર્સ, વર્ધમાન બિલ્ડર્સ પર આવકવેરાની મેરેથોન તપાસ થઇ રહી છે. 28 સ્થળોએ આવતીકાલ સુધી તપાસ ચાલુ રહેશે. તેમજ લોકરો ઓપરેટ કર્યા બાદ કરચોરીનો આંક બહાર આવશે.
રાજકોટ આવકવેરાની ઈન્વેસ્ટીગેશન વીંગ દ્વારા મંગળવારે સવારથી શહેરના રાધિકા, શિલ્પા અને જેપી જવેલર્સ અને એક્ષપોર્ટ તથા વર્ધમાન બિલ્ડર્સ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જે આજે 3 દિવસે પણ અવરિત ચાલુ રહ્યું છે અને અત્યાર સુધીમાં 25 બેંક એકાઉન્ટ,17 લોકર, રૂ.4 કરોડની રોકડ અને કેટલાક શંકાસ્પદ વ્યવહારના ડોકયુમેન્ટ આવકવેરાના અધિકારીઓને હાથ લાગ્યા છે અને આ સર્ચ ઓપરેશન ગુરૂવાર સાંજ સુધી ચાલવાની શકયતા સર્ચ ઓપરેશનમાં જોડાયેલા સુત્રોમાંથી જાણવા મળેલ છે.
શો-રૂમની તપાસનો રીપોર્ટ પણ હજુ સુધી રાજકોટ આવકવેરાને મળ્યો નથી
હાલ આવકવેરાના અધિકારીઓ દ્વારા શો-રૂમમાં રહેલ સોનાના સ્ટોકની ગણતરી કરવામા આવી રહી છે. સર્ચ ઓપરેશનનો પ્રાથમિક તપાસ રીપોર્ટ અમદાવાદ ડીજીઆઈટીને મોકલી આપવામા આવ્યો છે. શિલ્પા જવેલર્સના કોલકતામાં આવેલ શો-રૂમની તપાસનો રીપોર્ટ પણ હજુ સુધી રાજકોટ આવકવેરાને મળ્યો નથી. તે આવ્યા બાદ રાજકોટ સર્ચની કાર્યવાહી સાથે કલબ કરી કુલ કરચોરીનો આંક બહાર આવવાની શકયતા વ્યકત કરવામા આવી રહી છે.