સમીર પટેલની એમોસ કંપનીએ મોકલેલો મિથેનોલનો જથ્થો ઓછો હોવા બાબતે ફિનાર કંપનીના ઈ-મેઈલનો એમોસ કંપનીના જવાબદારોએ જવાબ જ ન આપ્યો
તપાસ એજન્સી તમામ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
બોટાદના બહુચર્ચિત લઠ્ઠાકાંડમાં વપરાયેલા મિથેનોલ જે કંપનીમાંથી આવ્યાનું બહાર આવ્યું હતું. તે એમોસ કંપનીના માલિક અને લઠ્ઠાકાંડમાં ફરાર એવા સમીર પટેલ વિરુદ્ધ તપાસ સમિતિને સજ્જડ પુરાવા મળ્યાનું બહાર આવ્યું છે.
તપાસ એજન્સીની શોધખોળમાં એવી ચોંકવનારી વિગતો બહાર આવી છે કે, એમોસ કંપની દ્વારા ફિનાર કંપનીને સપ્લાય કરવામાં આવતા મિથેનોલના જથ્થામાં માલની ઘટ આવતી હોવા બાબતે ફિનાર કંપની દ્વારા સમીર પટેલ અને એમોસ કંપનીના જવાબદારોને ઈ મેઈલ દ્વારા જાણ કરી સાવધ કરવામાં આવવા છતાંય સમીર પટેલ અને અન્ય જવાબદારો દ્વારા આ ગંભીર બાબતે ધ્યાન આપવામાં ન આવતા આવો ગંભીર લઠ્ઠાકાંડ સર્જાયો હતો.
ચાંગોદરની ફિનાર કંપનીના ઈ મેઈલનો તો સમીર પટેલે જવાબ આપવાની તસ્દી પણ સમીર પટેલે લીધી ન હતી. જેની ગંભીર નોંધ તપાસ એજન્સી દ્વારા લેવામાં આવી છે. અને આ બાબતના પુરાવા કોર્ટમાં પણ તપાસ એજન્સી દ્વારા મુકવામાં આવનાર છે. તપાસ જેમ જેમ આગળ વધતી જાય છે. તેમ તેમ એમોસ કંપનીનાં ડાયરેક્ટર સમીર પટેલ ફરતો કાનૂની સકંજો વધુને વધુ મજબૂત બની રહ્યો છે.
એમોસ કંપનીમાં મિથાઈલના જથ્થા પર કોઈ નિયંત્રણ નહીં
એમોસ કંપનીની પ્રિમાઈસીસમાં સીસીટીવી કેમેરા તેમજ સિક્યોરીટી ન હોવાથી કંપનીમાંથી મિથાઈલ આલ્કોહોલનો જથ્થો અંદર લાવવા કે બહાર નીકળવા પર કોઈ નિયંત્રણ ન હોવાનું અગાઉ તપાસમાં બહાર આવ્યું હતું જેના કારણે કંપનીના સુપરવાઈઝર જયેશે મિથાઈલ આલ્કોહોલનો 600 લિટરનો જથ્થો બારોબાર આપી દીધાનું પણ તપાસમાં ખુલ્યું હતું. તપાસ એજન્સીની તપાસમાં હવે એવું બહાર આવ્યું છે કે, આ બાબતે સમીર પટેલ અને એમોસ કંપનીના જવાબદારોને ફિનાર કંપની દ્વારા જાણ કરવા છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા હતા.