લાખોની હાનિકારક દવાઓ ઝડપાઇ, 12 લોકોની અટકાયત : પંજાબ પોલીસના અમદાવાદમાં ગ્લાસ ફાર્માસ્યુટિકલમાં દરોડા
ખાસ-ખબર સંવાદદાતા
આંતરરાજ્ય ફાર્મા ડ્રગ રેકેટનો ખુલાસો થયો છે. જેમાં પંજાબ પોલીસે અમદાવાદમાં દરોડા પડ્યા છે. તેમાં લાખોની હાનિકારક દવાઓ અને 12 લોકોની અટકાયત કરવામાં આવી છે. પંજાબ પોલીસે અમદાવાદમાં ગ્લોસ ફાર્માસ્યુટિકલમાં દરોડા પાડ્યા છે.
ગ્લાસ ફાર્માસ્યુટિકલના બે માલિકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મનિષ વશિષ્ઠ અને રેખા વશિષ્ઠને પંજાબ લઈ જવાયા છે. દરોડા બાદ પંજાબ પોલીસ માલિકોને સાથે જ લઈને ગઇ છે.
એક માસ સુધી ગુપ્તરાહે ઓપરેશન પાર પાડવામાં આવ્યુ હતુ. જેમાં અમૃતસર પોલીસે ગુજરાત સહિત ઞઙમાં પણ સર્ચ કર્યું હતુ. સમગ્ર તપાસમાં ટ્રામાડોલની દવાઓ મોટા પ્રમાણમાં મળી આવી છે. આરોપી યોગેશ અને સચિન પાસેથી અમદાવાદનું કનેક્શન ખુલ્યુ હતુ. ગ્લોસ ફાર્મામાંથી મોટા પ્રમાણમાં ઓપિઓઈડ મળ્યુ છે. જેમાં રૂપિયા 14 લાખથી વધુની કિંમતની નશીલી દવાઓ ફાર્મામાંથી મળી છે.
પૂછપરછ દરમિયાન, આરોપીએ ખુલાસો કર્યો છે કે તે ગોઇંદવાલ સાહિબ જેલમાંથી મોબાઇલ ફોન દ્વારા સંપર્ક કરનાર મેજર સિંહની વિનંતી પર નશાની ગોળીઓ સપ્લાય કરતો હતો. પોલીસે જેલની અંદર મેજર સિંહના કબજામાંથી એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો. આ પછી, જ્યારે પોલીસ આરોપી મેજર સિંહને પ્રોડક્શન વોરંટ પર લાવી હતી, ત્યારે તેણે આગળ બલજિંદર સિંહ, આકાશ સિંહ, સુરજીત સિંહ, ગુરપ્રીત સિંહ તમામ રહેવાસીઓ પટ્ટી, તરનતારન, હરિકેના રહેવાસી મોહર સિંહના નામ જણાવ્યું. જેથી પોલીસે કાર્યવાહી કરી તેની પણ ધરપકડ કરી હતી.
આરોપી ગુરપ્રીત સિંહ અને મેજર સિંહે વધુમાં જણાવ્યું હતું કે તેમને આ માલ મથુરા જિલ્લાના કોસીકલાનના રહેવાસી સચિન કુમાર પાસેથી મળ્યો હતો. નોંધનીય છે કે સચિન કુમાર યુપીના હરપુર જિલ્લાનો રહેવાસી છે અને તે ઇલિકેમ ફાર્મનો માલિક છે. આ પછી પોલીસે સચિન કુમારની ધરપકડ કર્યા બાદ માણસા શહેરની જેલમાં બંધ આરોપી યોગેશ કુમાર રિંકુ સાથે મળીને એલિકેમ ફાર્માના નકલી દસ્તાવેજો તૈયાર કરીને પંજાબમાં માદક દ્રવ્યોની ગોળીઓ સપ્લાય કરતો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે માણસા જેલમાં આરોપી યોગેશ કુમાર પાસેથી મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો અને તેને પ્રોડક્શન વોરંટ પર લાવ્યો હતો. યોગેશ કુમાર અને સચિને ખુલાસો કર્યો હતો કે તેઓ અમદાવાદ, ગુજરાતમાં ગ્લાસ ફાર્માસ્યુટિકલ્સમાંથી ફાર્મા ઓપિયોઇડ સપ્લાય કરતા હતા. જ્યારે સચિન કુમારે દિલ્હીમાં ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીના માલિકો મનીષ અને રેખા વિશે જણાવ્યું, ત્યારે પોલીસે કાર્યવાહી કરી અને બંનેની ધરપકડ કરી.
ત્યારબાદ, અમૃતસર પોલીસે અઝજ ગુજરાત પોલીસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં અમદાવાદ, ગુજરાતમાં ગ્લાસ ફાર્માસ્યુટિકલ્સ પર દરોડો પાડ્યો અને ત્યાંથી 14,72,220 નશાની ગોળીઓ/કેપ્સ્યુલ્સ રિકવર કરી.
આ સિવાય પોલીસે આગરાના રહેવાસી આકાશની પણ ધરપકડ કરી હતી, જેના કબજામાંથી પોલીસને 18 હજાર નશાની ગોળીઓ મળી આવી હતી. અત્યાર સુધીમાં પોલીસે આ કેસમાં 12 આરોપીઓની ધરપકડ કરીને ડ્રગ્સના વેપારના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.