S.P. હર્ષદ મહેતા સહિત 500 પોલીસ સ્ટાફની કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રેંજ આઇજી નીલેશ જાજડીયા અને પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં શરિરી સબંધી તથા મિલ્કત સબંધી ગુના અટકે તે માટે પોલીસ દ્વારા દરેક પોલીસ સ્ટેશન વિસ્તારના ટોપ ર0 ગુનેગાર તથા ટ્રેક ધ ક્રિમીનલ હેઠળ સમાવિષ્ટ આરોપીઓની ઓળખ થાય તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા 228 આરોપીની ઓળખની કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં લૂંટ, મારામારી, હથિયાર ધારાના કસમાં સંડોવાયેલ, મોસ્ટ વોન્ટેડ ક્રિમીનલ એટીએસના લીસ્ટમાં સમાવિષ્ટ આરોપીઓની પ્રવૃતિ પર વોચ રાખવા તેમજ આવા આરોપીની ઓળખ કરવા માટે જૂનાગઢ જિલ્લાના તમામ ડીવીઝનના ડીવાયએસપી, ક્રાઇમબ્રાંચ તથા એસઓજીના પીઆઇ અને તમામ થાણા અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ અધિકારીઓ તથા સ્ટાફ સાથે રહી તમામ આરોપીને રહેણાંક મકાને જઇ તપાસ કરતા કુલ 384 આરોપીઓમાંથી કુલ 36 આરોપીઓ અલગ-અલગ ગુનામાં જેલ હવાલે છે.
જયારે જૂનાગઢ હેડકવાર્ટર ખાતે હાજર રાખી આરોપીઓને વ્યક્તિગત 500 પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની હાજરીમાં આરોપીઓના ગુનાહિત ઇતિહાસની ઓળખ કરવામાં આવી હતી.
આ કામગીરી દ્વારા આરોપીઓ પર પુરતી વોચ રાખી શકાય અને ગુનાહિત પ્રવૃતિ આચરતા અટકાવવા હેતુથી કાર્યવાહીનું આયોજન કરવામાં
આવ્યુ હતુ.