ભારત રેડ કોર્નર નોટિસનો સરકારના આલોચકો, લઘુમતી સમૂહો અને અધિકાર કાર્યકર્તાઓને નિશાન બનાવવા કરતું હોવાનો ઈન્ટરપોલનો સનસનીખેજ આરોપ
ઈન્ટરપોલે ફરી એકવાર ભારતને ઝટકો આપી ખાલિસ્તાન, અલગાવવાદી ગુરપતવંતસિંહ પન્નુ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરવાનો ઈન્કાર કરી દીધો છે. આવું બીજીવાર બન્યું છે જયારે ઈન્ટરપોલે કેનેડા સ્થિત શિખ ફોર જસ્ટીસના સમર્થક અને ખાલિસ્તાનના સમર્થક સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરવાની ના પાડી દીધી છે. ઈન્ટરપોલે જણાવ્યું હતું કે ભારતીય અધિકારી પોતાના મામલાઓના સમર્થન કરવા માટે પુરતા પુરાવા આપી શકતા નથી.
- Advertisement -
સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ઈન્ટરપોલે જ એ સંકેત આપ્યા હતા કે યુએપી કાયદો દુરુપયોગ માટે બનાવવામાં આવ્યો છે જે અંતર્ગત ભારતને રેડ કોર્નર નોટિસ માટે કહેવામાં આવ્યું હતું. ઈન્ટરપોલે કહ્યું હતું કે આ કાયદાનો પ્રયોગ સરકારના આલોચકો, લઘુમતી સમૂહો અને અધિકાર કાર્યકર્તાઓને ટાર્ગેટ કરવા માટે બનાવાયો છે.
જો કે ઈન્ટરપોલે સ્વીકાર્યું હતું કે પન્નુ એક હાઈ પ્રોફાઈલ શિખ અલગાવવાદી છે. એસએફજે એક એવું ગ્રુપ છે જે એક સ્વતંત્ર ખાલીસ્તાનની માંગણી કરે છે, ઈન્ટરપોલે કહ્યું હતું કે પન્નુની ગતિવિધિનો એક સ્પષ્ટ રાજનીતિક હેતુ છે. જે ઈન્ટરપોલના બંધારણ મુજબ રેડ કોર્નરનો વિષય ન હોઈ શકે.