ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
ગીર સોમનાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના પ્રયાસથી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં થવા જઈ રહી છે ત્યારે પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ ડો.દીપિકાબેન સરડવા તથા ગીર સોમનાથ જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઈ પિઠીયાની આગેવાની તથા માર્ગદર્શનથી ગીર સોમનાથ જિલ્લા મહિલા મોરચા અધ્યક્ષ ડોક્ટર નિશાબેન ગોહિલ દ્વારા બહેનો માટે યોગ કાર્યક્રમ વેરાવળ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કરવામાં આવ્યો કાર્યક્રમના ઇન્ચાર્જ ભારતીબેન ચંદ્રાણી રહ્યા હતા તથા મહામંત્રી હેમીબેન જેઠવા ઉપાધ્યક્ષ નયનાબેન ચાંડપા, પૂજાબેન સોલંકી, નીપાબેન પુરોહિત, ધારાબેન જોષી તથા બહેનો દ્વારા કાર્યક્રમની સફળ બનાવ્યો હતો.આ વર્ષે યોગ થીમ છે ’સ્વ અને સમાજ માટે યોગ’ યોગ ભારતની પ્રાચીન પરંપરા છે. જેનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારી પર ખૂબ જ પ્રભાવશાળી અસર છે. મહિલાઓની એકંદર સુખાકારીમાં યોગની મહત્વની ભૂમિકા છે.