આજે વિશ્વભરમાં યોગા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દર વર્ષે યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લે છે. આ વર્ષે યોગા દિવસની થીમ છે- ‘સ્વ અને સમાજ માટે યોગ’. આજે દેશમાં વિવિધ જગ્યાઓ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
લદ્દાખમાં કડકડતી ઠંડી વચ્ચે ભારતીય સેનાના જવાનોએ કર્યા યોગ. ઉત્તરીય સરહદ પર હિમ પર્વતો વચ્ચે ભારતીય સૈન્યના જવાનોએ કરી યોગ દિવસની ઉજવણી.CM ભૂપેન્દ્ર પટેલ, શંકર ચૌધરી સહિત દિગ્ગજોએ નડાબેટ ખાતે કર્યા યોગ. યોગ દિવસ પર જમ્મુ-કાશ્મીરમાં RS પુરા સેક્ટરમાં BSFના અધિકારીઓ સહિત જવાનોએ કર્યા યોગ. યોગ દિવસ પર બાબા રામદેવે કરાવ્યા યોગ, વિદ્યાર્થીઓથી લઇને હજારો લોકો કાર્યક્રમમાં થયા સહભાગી. 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ITBPના જવાનોએ લેહના પેંગોંગ ત્સો ખાતે યોગા કર્યા.
- Advertisement -
ITBPના જવાનો 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ઉત્તર સિક્કિમના મુગુથાંગ સબ સેક્ટરમાં 15,000 ફૂટથી વધુની ઊંચાઈએ યોગા કર્યા.
10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ITBPના જવાનોએ લેહના કરઝોક ખાતે યોગા કર્યા.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મુંબઈમાં યોગા સેશનમાં ભાગ લીધો.
- Advertisement -
રક્ષા મંત્રી રાજનાથ સિંહ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉત્તર પ્રદેશના મથુરામાં યોગા કર્યા.
EAM ડૉ એસ જયશંકર અને અન્ય રાજદ્વારીઓએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર દિલ્હીમાં યોગા કર્યા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દિલ્હીમાં યોગ સેશનમાં ભાગ લીધો.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દિલ્હીમાં યોગ સેશનમાં ભાગ લીધો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અભિનેતા જેકી શ્રોફ મુંબઈમાં યોગા કર્યા.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની થીમ
દર વર્ષે એક ખાસ થીમને ધ્યાનમાં રાખીને યોગ દિવસનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે એટલે કે વિશ્વ યોગ દિવસ 2024 ની થીમ પોતાના માટે અને સમાજ માટે યોગ તરીકે રાખવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 ની વિશેષ થીમ ‘સ્વ અને સમાજ માટે યોગ’ રાખવામાં આવી છે. મતલબ કે તમારી જાતને સ્વસ્થ રાખો અને સ્વસ્થ સમાજના નિર્માણ તરફ આગળ વધો.
વિશ્વ યોગ દિવસનો ઇતિહાસ શું છે?
21 જૂન 2015ના રોજ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં લાખો લોકોએ એકસાથે યોગનો અભ્યાસ કર્યો. વડાપ્રધાન મોદીએ દિલ્હીના રાજપથ ખાતે આયોજિત યોગ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. 27 સપ્ટેમ્બર 2014 ના રોજ પ્રથમ વખત, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના ભાષણમાં, વડા પ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. અને દર વર્ષે સમગ્ર વિશ્વમાં 21મી જૂને યોગ દિવસ મનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.