જૂનાગઢ મેંદરડાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.પૂજા પ્રિયદર્શીનીની ઉપસ્થિતીમાં નાબાર્ડ દ્વારા મેંદરડા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મહિલાઓના સ્વાસ્થ્ય ખાસ કરીને હિમોગ્લોબીન, ડિલિવરી પહેલા અને પછીની સાવચેતી વગેરેને લગતી જાણકારી આપી હતી.આ પ્રસંગે નાયબ મામલતદાર સુશ્રી કાજલ એન લાખાણી કાર્યક્રમમાં હાજર રહી તમામ મહિલાઓને ચૂંટણીમાં ભાગ લેવા અને ડર્યા વગર યોગ્ય ઉમેદવારને મત આપવા અનુરોધ કર્યો હતો. તેમણે સમારંભમાં ઉપસ્થિત તમામ સભ્યોને ચૂંટણી અંગેના શપથ પણ લેવડાવ્યા હતા. સહભાગીઓને કિરણ રાઉત, ડીડીએમ, નાબાર્ડ, ગણપત રાઠવા, એલડીએમ, પ્રશાંત ગોહેલ, નિયામક – આરએસઈટીઆઈ અને દિલીપ ચુગાની દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મેંદરડા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

Follow US
Find US on Social Medias